પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક યશ ચોપરાનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ડેંગ્યૂથી પીડિત હોવાનાં કારણે લીલાવતી હોસ્પિટલમા્ દાખલ કરવામાં આવ્યાં હતાં. યશ ચોપરાએ હિન્દી સિનેમા જગતમાં યશરાજ બેનરનાં પાયા નાખ્યાં હતાં. યશરાજ બેનરે બોલિવૂડને કેટલીય એવોર્ડ પ્રાપ્ત શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. યશ ચોપરાએ ‘દાગ’ ‘સિલસિલા અને ‘ચાંદની’ જેવી સફળ ફિલ્મો આપી છે. તાજેતરમાં જ યશ ચોપરાએ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ નું શુટિંગ પૂરું કર્યું છે. જો કે તેમણે જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે અને બાદમાંતેઓ નિવૃતિ લઈ લેશે.
લાહોરમાં જન્મેલા યશ ચોપરાની ઓળખ કિંગ ઓફ રોમાન્સની રહી છે. લગભગ 22 ફિલ્મો ડાયરેકટ કરી છે. યશ ચોપરાએ ભારતીય સિનેમાને યાદગાર ફિલ્મો આપી છે. 1973માં યશરાજ ફિલ્મથી તેમની પોર્ડકસન કંપની ખોલ્યા પછી તેમને કેટલીક હિટ ફિલ્મોની સાથે કેટલાક હિરોને પણસ્ટાર બનાવ્યા છે. 1975માં આવેલી તેમની ફિલ્મ ‘દિવાર’ દ્રારા અમિતાભ બચ્ચનને ‘એંગ્રી યંગ મેન’ તરીકેની છાપ અપાવી. તેમને એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી. 1993માં આવેલી ફિલ્મ ‘ડર’ દ્રારા શાહરૂખખાન હિટ થયો હતો.
યશ ચોપરાના નિર્ધન પછી ટવીટર પર લોકોએ ટવીટ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. મહેશ ભટ્ટ, અનુરાગ કશ્યપ, મધુર ભંડારકર, બોમન ઈરાની, સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા કેટલાક લોકોએ દુખ વ્યકત કર્યો હતો. તેમની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ 13 નવેમ્બરે રિલિજ થવાની છે.

No comments:
Post a Comment