Friday, 26 October 2012

ગાવસ્કરને સીકે નાયડુ પુરસ્કાર

ગાવસ્કર ભારત તરફથી 1970 થી 1987 દરમ્યાન 125 ટેસ્ટ મેચ રમીને 10 હજાર કરતા પણ વધારે રન બનાવ્યા છે. ગાવસ્કરે તેમની પ્રથમ ટેસ્ટ મેચમાં જ વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ 774 રન બનાવ્યા હતા. આ પછી તો ઘણા રેકોર્ડ તેમણે બનાવ્યા છે.
ગાવસ્કર ટેસ્ટ મેચમાં 10 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ સતત 100 ટેસ્ટ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ઉપરાંત ત્રણ ટેસ્ટમાં સળંગ સદી ફટકારનાર પણ પ્રથમ બેટ્સમેન છે.
ગાવસ્કર તેમની કારકિર્દીમાં 34 સદી ફટકારીને ડોન બ્રેડમેનની 29 સદીનો રેકોર્ડ તોડનાર પ્રથમ બેટ્સમેન બન્યા.
ગાવસ્કર પહેલા વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, દત્તુ ફડકર, વિજય માંજરેકર, ગુલામ અહમદ, એમએલજયસિમ્હા અને દિલીપ સરદેસાઈને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
So-sandesh

No comments:

Post a Comment