મુંબઈ, તા. 17
ગત કેટલાક દિવસોથી બીમાર ચાલી રહેલા શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેનું 86 વર્ષની વયે નિધન થયું છે. ઘણાં દિવસોથી તેમની સારવાર તેમના પોતાના જ ઘરે ચાલી રહી હતી. ઠાકરેનું આરોગ્ય ઘણાં સમયથી ખરાબ હતું.
ઠાકરેના નિવાસ 'માતોશ્રી'ની પાસે સુરક્ષાનેધ્યાનમાં રાખીને ભારે સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે સંભવિત ભીડને કાબૂ કરવા માટે તમામ માર્ગો પર બેરિકેડ મૂક્યા હતા. ગત કેટલાક દિવસોથી ઠાકરેના સમર્થકો માતોશ્રીની નજીક સતત જમા થઈ રહ્યા હતા.
*. બાલ ઠાકરેએ બપોરે 3.30 વાગ્યે લીધા અંતિમ શ્વાસ
*. ઠાકરેના નિધનને પગલે ભાજપે ડિનર રદ કર્યું
*. અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રખાશે પાર્થિવ દેહ
*. 1966માં શિવસેનાની સ્થાપના કરી હતી
ઠાકરેની તબીયત નાજુક હોવાની ખબર ફેલાતા માતોશ્રીમાં રાજનીતિ, સિનેમા અને ઉદ્યોગ જગતની તમામ હસ્તીઓ ગત ત્રણ દિવસોતી સતત માતોશ્રીનો પ્રવાસ કરી રહ્યા હતા. ઠાકરે પાછલા મહિને શિવસેના દશેરા રેલીમાં ખુદ નહોતા ગયા. પરંતુ તેમનો વીડિયો સંદેશ લોકો સામે રજૂ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સંદેશમાં તેઓ નબળા નજરે આવતા હતા. આ સંદેશમાં તેમને પોતાની બીમારીનો ઉલ્લેખ કર્યો હતો. So:sandesh

No comments:
Post a Comment