- સચિન તેંડુલકર (નિવૃત્તિની જાહેરાત કરતાં)
સચિને ક્રિકેટ કારકિર્દીની સૌપ્રથમ સદી વડોદરામાં ફટકારી હતી
વડોદરા : સચિન તેંડુલકરે તેની ક્રિકેટ કારકિર્દીની સૌપ્રથમ સદી (આંતરરાષ્ટ્રીય સદી નહીં) વડોદરામાં ફટકારી હતી. ફર્ટિલાઇઝર મેદાનમાં રણજી વન-ડે રમતી વખતે સચિને આ સદી ફટકારી હતી. સચિન અંડર-૧૫ ક્રિકેટમાં ઘણીવાર વડોદરામાં રમી ચૂકયો હતો. સન ૧૯૮૯માં સચિન અને વિનોદ કાંબલીએ મુંબઈમાં સ્કૂલ ક્રિકેટમાં ૬૬૪ રનની ભાગીદારીનો અનોખો વિક્રમ નોંધાવ્યો હતો.
એ પછીના થોડાક દિવસમાં સચિન અને કાંબલી બંને વડોદરામાં જેતલપુર રોડ પર આવેલા ન્યૂ ઇન્ડિયા મેદાનમાં અંડર-૧૫ ક્રિકેટ મેચ રમ્યા હતા ત્યારે આ બંને વિશ્વવિક્રમી છોકરાઓને રમતા જોવા માટે વિજય હજારે ખાસ હાજર રહ્યા હતા અને સચિનની રમત જોયા પછી હજારેએ કહ્યું હતું કે , આ છોકરો ખૂબ આગળ વધશે. એની ક્રિકેટ રમવાની સ્ટાઇલ કોપી બુક ઓફ ક્રિકેટ છે અને આવી ટેક્નિક ઘણા ઓછા ક્રિકેટરોમાં હોય છે.
૨૦૧૨ : દિગ્ગજોની વિદાય
૨૦૧૨નાં વર્ષમાં અનેક દિગ્ગજોએ નિવૃત્તિ જાહેર કરી જેમાં દ્રવિડ , વીવીએસ લક્ષ્મણ, પોન્ટિંગ, માઇકલ ફેલ્પ્સ, કિમ ક્લાઇસ્ટર્સ, માઇકલ શૂમાકર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે આ યાદીમાં તેંડુલકરનો પણ સમાવેશ થઈ ગયો છે.
સચિન તેંડુલકરે નવેમ્બર ૧૯૮૯માં કારકિર્દીશરૃ કરી ત્યારે...
*. ભારતે હજુ ઉદારીકરણ અપનાવ્યું નહોતું.
*. યુએસએસઆર અખંડ રાષ્ટ્ર હતું.
*. ર્બિલન વોલનું અસ્તિત્વ હતું.
*. ફેડરરે ટેનિસ શીખવાનું શરૃ કર્યું હતું.
*. વિરાટ કોહલી નેપ્પીમાં ફરતો હતો.
*. શાહરુખ સિરિયલમાં કામ કરી રહ્યો હતો.
સરખામણી : પ્રથમ વિ. અંતિમ
*. પ્રથમ વન-ડે : વિ. પાકિસ્તાન , ડિસેમ્બર-૧૯૮૯
*. સ્કોર : ૨૪ બોલમાં ૧૫ , વકાર યુનુસની બોલિંગમાં આઉટ
*. અંતિમ વન-ડે : વિ. પાકિસ્તાન , માર્ચ-૨૦૧૨
*. સ્કોર : ૪૮ બોલમાં ૫૨ , અજમલની બોલિંગમાં આઉટ
*. પ્રથમ સદી : ૧૩૦ બોલમાં ૧૧૦, વિ. ઓસ્ટ્રેલિયા, કોલંબો-૧૯૯૪
*. અંતિમ સદી : ૧૪૭ બોલમાં ૧૧૪ , વિ. બાંગલાદેશ, ઢાકા-૨૦૧૨
*. પ્રથમ સિક્સ : વિ. ઇંગ્લેન્ડ , લીડ્સ-૧૯૯૦
*. અંતિમ સિક્સ : વિ. પાકિસ્તાન , ઢાકા, ૨૦૧૨
સચિન તેંડુલકર : વન-ડે પ્રોફાઇલ
જન્મ : ૨૪ એપ્રિલ, ૧૯૭૩
સચિનના રેકોડ્ર્સ
*. : સૌથી વધુ વન-ડે (૪૬૩)
*. : સૌથી વધુ વન-ડે રન (૧૮,૪૪૬)
*. : સૌથી વધુ સદી (૪૯)
*. : સૌથી વધુ અડધી સદી (૯૬)
*. : સૌથી વધુ ફોર (૨,૦૧૬)
*. : વન-ડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી
*. : વન-ડેમાં ૧૦ હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર
*. : વન-ડેમાં ૧૮ હજાર બનાવનાર એકમાત્ર ક્રિકેટર
*. : સાત વખત કેલેન્ડર યરમાં એક હજાર રન નોંધાવનાર એકમાત્ર પ્લેયર
*. : એક દેશ સામે ત્રણ હજાર રન ફટકારનાર સચિન એકમાત્ર ક્રિકેટર
*. : એક ઇનિંગ્સમાં સૌથી વધારે ફોર (૨૫)
*. : વન-ડેમાં ૧૫૦ના સ્કોરને પાંચ વખત પાર કરનાર પ્રથમ ક્રિકેટર
*. : એક દેશ સામે સૌથી વધુ સદી (ઓસ્ટ્રેલિયા સામે ૯)
*. : ફાઇનલ મેચમાં સૌૈથી વધુ સદી (૬)
*. : વન-ડેમાં ૧૪૧ વખત ૫૦ના સ્કોરને પાર કરનારએકમાત્ર ક્રિકેટર
*. : વર્લ્ડકપમાં સૌથી વધારે અડધી સદી (૨૧)
*. : સૌથી વધારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ (૬૨ વખત)
*. : સૌથી વધારે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ (૧૭ વખત)
*. : એક કેલેન્ડરવર્ષમાં સૌથી વધારે રન (૧૮૯૪,૧૯૯૮)
*. : એક કેલેન્ડરવર્ષમાં સૌથી વધારે સદી (૯ સદી, ૧૯૯૮)
*. : વર્લ્ડકપમાં સૌથી વધારે રન (૨,૨૭૮)
*. : વર્લ્ડકપમાં સૌથી વધારે અડધી સદી (૧૩)
*. : વર્લ્ડકપમાં સૌથી વધારે સદી (૬)
*. : એક વર્લ્ડકપમાં સૌથી વધારે રન (૬૭૩ રન , ૨૦૦૩)
*. : વર્લ્ડકપમાં સૌથી વધારે મેન ઓફ ધ મેચ એવોર્ડ
*. : એક દેશ સામે સૌથી વધારે મેન ઓફ ધ મેચ (ઓસ્ટ્રેલિયા સામે , ૧૦ વખત)
*. : સૌથી વધારે ૯૦ સ્ટેડિયમમાં રમવાનો રેકોર્ડ
*. : સતત ૧૮૫ વન-ડે રમનાર એકમાત્ર પ્લેયર
*. : મુખ્ય દેશો સામે એક હજાર રન નોંધાવનાર પ્રથમ ક્રિકેટર
so:sandesh


No comments:
Post a Comment