વિજ્ઞાનીઓને ચંદ્રના સૌથી જૂના ખડકોની એક સ્ફટીકમય સંરચનામાં પાણી હોવાના પુરાવા મળી આવ્યા છે. આ ખડકો ચંદ્ર પરના એપોલો મિશન વખતેથી મેળવવામાં આવ્યા હતા. રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે , ચંદ્ર તેના શરૃઆતના સમયમાં ભેજયુક્ત રહેતો હતો અને ચંદ્રના રચના દરમિયાન તેમાંથી પાણી ગાયબ નહોતું થયું. યુનિર્વિસટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલા રિસર્ચ મુજબ એવું માનવામાં આવે છે કે , ચંદ્રની ઊંચાણવાળી જમીન તેના મૂળસપાટી હોવાનું દર્શાવે છે. શરૃઆતની અવસ્થામાં ચંદ્રમા પીગળેલો હતો અને મેગ્માનું સ્વરૃપ ઘન થયા બાદ તેના વાસ્તવિકસપાટીનું નિર્માણ થયું હતું.
વિજ્ઞાનીઓએ ખડકોમાંથી પાણીના સંકેતો શોધવામાટે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. ચંદ્રના ઊંચાણવાળા વિસ્તારોમાં જોવા મળતા આ ચમકતા ખડકો ચંદ્રની રચના સમયના હોવાનું માનવામાં આવી રહ્યું છે તથા ચંદ્રના એક પ્રકારના ખડકના પ્રત્યેક દસ લાખ ભાગમાંથી છઠ્ઠા ભાગ જેટલું પાણી છે. હવે ચંદ્રની રચનાના મુખ્ય સિદ્ધાંત સામે વિરોધાભાસ ઊભો થયો છે. આ સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે કે , ચંદ્રનું નિર્માણ પૃથ્વી અને મંગળના આકારના અન્ય ગ્રહની વચ્ચેની અસરોને લીધે બનેલા ટુકડાઓ ભેગા મળીને થયું છે. નાસાના એપોલો મિશન દ્વારા આ ટુકડાઓ પૃથ્વી પર લવાયા હતા.
જોકે રિસર્ચર યુક્યુઇ ઝાંગે એક નિવેદનમાં કહ્યું છે કે, આ પાણી પ્રવાહી સ્વરૃપમાં નથી.અમે એપોલો મિશન વખતે પૃથ્વી પર લાવવામાં આવેલા ખડકોની દાણાદાર સંચરનામાં આવા હાઇડ્રોક્સિલ ગ્રૂપ્સ શોધી કાઢવામાં સફળ રહ્યા છીએ. ખનીજતત્ત્વોમાં આવા હાઇડ્રોક્સિલ ગ્રૂપ વહેંચાયેલા હોય છે.
Thenks...sandesh
No comments:
Post a Comment