Tuesday, 19 February 2013

ઉલ્કાપિંડના ટુકડા શોધાયા, એક ટુકડો પાંચ લાખનો

મોસ્કો, તા. ૧૮
*. ગત શુક્રવારે ચેલિયાબિન્સ્ક શહેર પર ઉલ્કાના ટુકડા પડયા હતા ,
*. રશિયન વિજ્ઞાનીઓએ ટુકડા અંતરિક્ષમાંથી આવ્યા હોવાની પુષ્ટિ કરી
*. જો અલગ સમયે ઉલ્કા અથડામણ થઈ હોત તો બ્રિટનમાં તબાહી ફેલાત : ખગોળ શાસ્ત્રીઓ
*. ૧૦ ટકા લોખંડ મળી આવેલા ઉલ્કાના ટુકડામાં હોવાનો વિજ્ઞાનીઓનો દાવો
*. ૨૦ ફૂટ ઊંડો ખાડો ચેબારકુલ લેક પાસે પડી ગયો
*. ૩૦ મિલિયન ડોલરનું નુકસાન ઉલ્કાવર્ષાથી થયું હોવાનું અનુમાન
રશિયાના ચેલિયાબિન્સ્ક શહેરના યુરાલ પર્વતીય વિસ્તારમાં ઉલ્કાપિંડના ટુકડા શોધી કાઢયાનો રશિયન વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે , જે શુક્રવારે ઉલ્કાપિંડની અથડામણ બાદ આ વિસ્તારોમાં પડયા હતા. આ ટુકડા ચેલિયાબિન્સ્ક વિસ્તારમાં બરફથી થીજેલા ચેબારકુલ લેક પાસેથી મળ્યા છે , જેમાં લોખંડ હોવાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. યુરાલ ફેડરલ યુનિર્વિસટીના વિક્ટર ગ્રોહોવસ્કીના જણાવ્યાનુસાર , ' અમને લેક પાસેથી મળેલા ટુકડાઓમાં દસ ટકા લોખંડ હોઈ શકે છે. તેનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને તે અંતરિક્ષમાંથી આવ્યા હોવાની અમે પુષ્ટિ કરીએ છીએ. ' શુક્રવારે સવારે વિસ્ફોટ બાદ મોસ્કોની પૂર્વમાં ૧ , ૫૦૦ કિલોમીટર દૂર આવેલા ચેલિયાબિન્સ્ક શહેરનાં આકાશમાં ચમકતા પદાર્થ દેખાયા હતા , ત્યાર પછી લગભગ બેલાખ સ્ક્વેર મીટરના વિસ્તારમાં ઉલ્કાપિંડના ટુકડાઓ પડતાં ઇમારતોની કાચની બારીઓ તૂટી ગઈ હતી અને ૧ , ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયાં હતાં , જ્યારે કુલ ૩ કરોડ ડોલરનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
બીજી તરફ ખગોળશાસ્ત્રીઓએ કહ્યું છે કે , ઉલ્કાપિંડની પૃથ્વીનાં વાતાવરણમાં થયેલી અથડામણનો સમય અલગ હોત તો રશિયાને બદલે બ્રિટનમાં તબાહી ફેલાઈ હોત.
ટુકડાનું ઓનલાઇન વેચાણ શરૂ
રશિયામાં ગત શુક્રવારે ઉલ્કાપિંડના ટુકડાઓપડયા બાદ વિજ્ઞાનીઓ સહિત સામાન્ય લોકોમાં અંતરિક્ષના આ ટુકડાઓ શોધવાની હરીફાઈ શરૂ થઈગઈ હતી. જેમને આ ટુકડાઓ મળ્યા છે તેમણે રશિયાની વેબસાઇટ્સ પર તેનું વેચાણ પણ શરૂ કરી દીધું છે. રશિયાની એક વેબસાઇટ અવિતો ડોટરુ પર એક ક્લાસિફાઇડ એડ જોઈ શકાય છે. સર્જેઇ નામના એક ઇન્ટરનેટ યૂઝરે વેબસાઇટ પર આ ટુકડાની તસવીર મૂકી તેની કિંમત ૬ ,૫૦૦ પાઉન્ડ (૫,૪૪, ૦૦૦ રૂપિયા) લગાવી છે. એન્ડ્રુ નામના અન્ય એક યૂઝરે ઉલ્કાના ૧૮ ટુકડાને ૧૧-૧૧ પાઉન્ડ (૯૨૧ રૂપિયા)માં વેચવાની ઓફર કરી છે.
ઉત્તર કેલિફોર્નિયામાં પણ ચમકતો પદાર્થ દેખાયો
રશિયામાં ઉલ્કાપિંડના ટુકડાએ તબાહી મચાવ્યાના કલાકોમાં જ ઉત્તર કેલિફોર્નિયાનાં લોકોએ સાન ફ્રાન્સિસ્કોના ખાડી વિસ્તારનાં આકાશમાં પ્રકાશના લિસોટા જોયા હતા. ન્યૂયોર્કમાં આવેલી અમેરિકન ઉલ્કા સોસાયટીના ઓપરેશન મેનેજર માઇક હન્કીએ કહ્યું હતું કે , તેમને આઘટના અંગે ૩૫ રિપોટ્ર્સ મળ્યા હતા. ઉત્તર કેલિફોર્નિયાનાં આકાશમાં અવારનવાર આવું જોવા મળે છે , પરંતુ તે કોઈ મોટી ઘટના નથી.thenks...sandesh

No comments:

Post a Comment