મેર્લબોર્ન, 18 માર્ચ
ઓસ્ટ્રેલિયાએ મલેશિયાને 3-2થી હરાવીને સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટનો ખિતાબ સતત સાતમી વાર પોતાને નામે કર્યો છે. જ્યારેકાંસ્ય ચંદ્રક દક્ષિણ કોરિયાને મળ્યો છે. કોરિયાએ ત્રીજા સ્થાન માટે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું. ભારત આ શ્રેણીમાં પાંચમા ક્રમે જ્યારે પાકિસ્તાન છઠ્ઠા (છેલ્લા) સ્થાને રહ્યું.
ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1983માં પ્રથમ સુલતાન અઝલનશાહ હોકી ટુર્નામેન્ટ જીતી હતી. જ્યારેપાકિસ્તાન બીજા અને ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 1996, 2004, 2005, 2007 અને 2011માં આ ખિતાબ જીત્યો છે.
સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટ
સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે મલેશિયામાં થાય છે. 1983માંપ્રથમ ટુર્નામેન્ટ યોજાઈ હતી. 1998 પછી આ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન થવા લાગ્યું. મલેશિયાના નવમા રાજા સુલતાન અઝલન શાહના નામે આ ટુર્નામેન્ટ યોજાય છે.
વર્ષ 1985માં પ્રથમવાર ભારતે આ ટુર્નામેન્ટ જીતી હતી.sandesh
No comments:
Post a Comment