Tuesday, 23 April 2013

વિસ્ફોટક ગેઈલે રચ્યો ઈતિહાસ, 30 બોલમાં ફટકારી સદી

ક્રિસ ગેઈલને ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખતરનાક બેટ્સમેન કેમ કહેવામાં આવે છે તેનો પરચો આઈપીએલમાં જોવા મળ્યો. પૂણે વોરિયર્સ સામે રમાયેલી મેચમાં ગેઈલે ક્રિકેટ ઈતિહાસમાં રેકોર્ડ્સની વણઝાર લગાવી દીધી.
તેણે આઈપીએલ કે ટી20 જ નહીં પરંતુ ક્રિકેટ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. તેણે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવા ઉપરાંત બાઉન્ડ્રી સહિત ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ગેઈલે 66 બોલમાં 13 ચોગ્ગા અને 17 છગ્ગાની મદદઅણનમ 175 રન બનાવ્યા હતા.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મેચની બીજી ઓવર દરમિયાન વરસાદ પડ્યો હતો અને ચાહકો નિરાશ થયા હતા પરંતુ જ્યારે મેચ શરૂ થઈ ત્યારે તેમણેકલ્પના પણ નહીં કરી હોય કે તેઓ એક ઐતિહાસિક ઈનિંગ્સ અને મેચના સાક્ષી બનવા જઈ રહ્યા છે.
વરસાદ ગયા બાદ ગેઈલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. પૂણેના બોલરોને તેણે નિર્દયતાથી ધોયા હતા અને તેમને લાચાર બનાવી દીધા હતા. તેણે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારતા 30 બોલમાં જ સદી પૂરી કરી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ, ક્રિસ ગેઈલે તોફાની અને વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટના કયા કયા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે......
- ગેઈલે આ મેચમાં 17 છગ્ગા ફટકારીને આઈપીએલમાં એક ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો. - આઈપીએલમાં ગેઈલે (અણનમ 175 રન) સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ્સ રમી. - ગેઈલે આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી (17 બોલમાં) પણ ફટકારી હતી.
-બેંગલોર તરફથી શ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી પૂણે વોરિયર્સ સામેની મેચમાં તિલકરત્ને દિલશાન અને ક્રિસ ગેઈલની ઓપનિંગજોડીએ નવો રેકોર્ડ બનાવ્યો. બેંગલોર તરફથી આ બન્ને ખેલાડીઓએસર્વશ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારીનોનવો રેકોર્ડ બનાવ્યો. આ બન્ને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 13.4ઓવરમાં 167 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં દિલશાનના ફક્ત 33 રન જ હતા. જ્યારે ગેઈલનોફાળો 127 રનનો હતો.
-તોડ્યો ચેન્નાઈ અને શ્રીલંકાનો રેકોર્ડ બેંગલોર પહેલા આઈપીએલમાં સૌથી મોટો સ્કોર ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. ચેન્નાઈએ 3 એપ્રિલ 2010માં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં 20 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવ્યા હતા. જ્યારે ટી20 ક્રિકેટમાં આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. શ્રીલંકાએ 2007માં જોહાનિસબર્ગમાં કેન્યા સામે 20ઓવરમાં 6 વિકેટે 260 રન બનાવ્યા હતા.
-ટી20 ક્રિકેટનો સૌથી મોટો સ્કોર રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પૂણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 263 રનનો જંગી સ્કોર ખડકી દીધો. આ આઈપીએલનો જ નહીં પરંતુ ટી20 ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બની ગયો છે.
-આઈપીએલમાં સૌથી ઝડપી સદી યુસુફ પઠાણના નામે છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી.
-સાયમન્ડ્સને પણ પછાડ્યો ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સનાનામે હતો. સાયમન્ડ્સે 34 બોલમાંસદી ફટકારી હતી.
-ક્રિકેટમાં વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 4 ઓક્ટોબર 1996ના રોજ શ્રીલંકા સામે 37 બોલમાં સદી ફટકારી હતી.
-ટી20 ક્રિકેટમાં સૌથીવધુ છગ્ગાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ગેઈલે પોતાની અણનમ 175 રનની ઈનિંગ્સમાં કુલ 17 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ગ્રેહામ નેપિયરના નામે હતો. નેપિયરે 2008માં એસેક્સ તરફથી રમતા સસેક્સ વિરૂદ્ધ એક ટી20 ઈનિંગ્સમાં 16છગ્ગા ફટકાર્યા હતા.
-divyabhaskar

No comments:

Post a Comment