ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ડેવિડ બેકહમે ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી, જેનાથી ફૂટબોલના 20 વર્ષના ચમકદાર કેરિયરનો અંત થયો હતો. પોતાના કેરિયરમાં બેકહમ વિશ્વભરમાં ફૂટબોલનો સુપરસ્ટાર બની ગયો હતો.
મૈનચેસ્ટર યુનાઈટેડ, રીયાલ મેડ્રિડ, એસી મિલાન અને લોસ એન્જલેસ ગેલેક્સી જેવી ટીમ તરફથી રમનાર ઈંગ્લેન્ડના 38 વર્ષીય બેકહમે હાલમાં ક્લબ પેરિસ સેન્ટ જર્મનના એક વર્ષના કરારને ઠુકરાવતાં રિટાયર્ડ થવાની જાહેરાત કરી હતી.બેકહમે કહ્યું હતું કે, 'હું પીએસજીનો આભારી છું કે તેમણે મને રમવાનો અવસર આપ્યો, પરંતુ મને લાગે છે કે મારા કેરિયર પર બ્રેક મારવાની આ યોગ્ય તક છે. તમે મને બચપનમાં કહેતા કે હું ટ્રોફી જીતીને લાવું , તો હું ગર્વથી લાવ્યો હતો. હું ભાગ્યશાળી છું કે મારાસપનાં મેં સાકાર કર્યાં છે.'
બેકહમ રાષ્ટ્રીય ટીમની 115 મેચોમાં રમ્યો છે અને તે ચાર દેશોમાં ચેમ્પિયન શીપ જીતનાર એકમાત્ર ઈંગ્લેન્ડનો ખિલાડી છે. હાલમાં બેકહમ અમેરિકામાં રહે છે અને હવે તે લંડનમાં રહેતી પોતાની પત્ની અને બાળકો સાથે રહેવા માંગે છે.sandesh.com
No comments:
Post a Comment