મુંબઈ સામેની મેચ સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની એડમ ગિલક્રિસ્ટે આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ અંતિમ મેચમાં ગિલક્રિસ્ટે બોલિંગમાં હાથ અજમાવ્યો હતો અને તેને પ્રથમ બોલે વિકેટ પણ મળી હતી. ગિલક્રિસ્ટની બોલિંગ વખતે પ્રવીણકુમારે કીપર તરીકે કામગીરી સંભાળી હતી. એડમ ગિલક્રિસ્ટે આઇપીએલની ૮૦ મેચમાં ૨૭.૨૨ની એવરેજથી ૨,૦૬૯ રન નોંધાવ્યા હતા, જેમાં બે સદીનો સમાવેશ થતો હતો. ગિલક્રિસ્ટની આગેવાનીમાં ૨૦૦૯માં ડેક્કન ચાર્જર્સની ટીમ ચેમ્પિયન બની હતી.
No comments:
Post a Comment