Wednesday, 22 May 2013

આઈપીએલમાંથી પૂણે વોરિયર્સ ખસી ગયું

મુંબઇ/પૂણે, તા. ૨૧ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મુશ્કેલી ખતમ થવાનું નામ જ લઇ રહી નથી. સ્પોટ ફિક્સિંગનો વિવાદ બરાબરનો ચગ્યો છે ત્યાં જ સહારા પૂણે વોરિયર્સે આઇપીએલ સાથે છેડો ફાડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ વિષે આઇપીએલ ગર્વિંનગ કાઉન્સિલના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે' વર્તમાન વર્ષમાં ફ્રેન્ચાઇઝી ફી ચૂકવવામાં પૂણે વોરિયર્સ નિષ્ફળ રહ્યું હતું. આ કારણે બીસીસીઆઇએ બેંક ગેરન્ટિમાંથી જમા કરાયેલી તેમની રકમ જપ્ત કરવાનું શરૃ કરી દીધું હતું. અમારી પાસે બેંક ગેરન્ટીમાં જમા રકમ જપ્ત કરવા સિવાય વિકલ્પ નહોતો.' ફ્રેન્ચાઇઝી ફી નહીં ઘટાડાતા ખસી જવા નિર્ણય અલબત્ત સહારા પૂણે વોરિયર્સે બીસીસીઆઇના આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો હતો. પૂણે વોરિયર્સે એક યાદીમાં જણાવ્યું હતું કે '૨૦૧૦માં અમે ટીમ ખરીદી ત્યારે એવી ખાતરી આપી હતી કે સિઝન દરમિયાન ૯૪ મેચ રમાડવામાં આવશે. ત્રીજી સિઝન પૂરી થવા છતાં ૭૪ જ મેચ રમાડવામાં આવી રહી હતી. ઓછી મેચને કારણે અમારી ફ્રેન્ચાઇઝી ફી ઘટાડવા માગ કરાઇ હતી. અમારી આ માગ નહીં સ્વિકારવામાં આવતા આગામી સિઝનથી આઇપીએલમાં ભાગ નહીં લેવા નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, સહારા વોરિયર્સે ૧૦ વર્ષ માટે ૧૭૦૨ કરોડમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. બીજી વાર ખસ્યું પૂણે ટીમે આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે સતત બીજા વર્ષમાં બીજી વાર છેડો ફાડયો છે. ગયા વર્ષે આઇપીએલ પ્લેયર્સ ઓક્શનના ગણતરીના કલાક અગાઉ જ પૂણેએ ખસી જવા નિર્ણય લીધો હતો. ટુર્નામેન્ટ શરૃ થવાને થોડા દિવસ બાકી હતા ત્યારે પૂણેએ નાટ્યાત્મક પ્રવેશ કર્યો હતો. કંગાળ દેખાવ આઇપીએલમાં પૂણેનો દેખાવ કંગાળ રહ્યો છે. ૨૦૧૧માં આઇપીએલમાં પ્રવેશ બાદ પૂણેએ આઇપીએલમાં ૪૬માંથી ૧૨ મેચ જીતી હતી અને ૩૩મા તેનો પરાજય થયો હતો, ૧ મેચ રદ પરિણમી હતી. વર્તમાન સિઝનમાં પૂણેની ટીમ આઠમા સ્થાને આવી હતી...................sandesh

No comments:

Post a Comment