બર્લિગહામ, તા. ૨૩
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ૫ રને રોમાંચક વિજય મેળવી ભારત ચેમ્પિયન બન્યું છે. આ મુકાબલો ભારે ચડાવઉતારભર્યા બની રહ્યો હતો. વરસાદને કારણે મેચ ભારતીયસમય પ્રમાણે રાત્રે ૮.૫૦ કલાકે શરૂ કરવામાં આવી હતી.
*.મેન ઓફ ધ મેચ જાડેજા,મેન ઓફ ધ સિરીઝ શિખર ધવન
વિલંબથી શરૂ થયેલી ફાઇનલ મેચ ૨૦-૨૦ ઓવરની કરવામાં આવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં વિરાટ કોહલીના ૪૩ રનની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૯ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૪ રન નોંધાવી શક્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચેમ્પિયન બની ધોનીએ ઇતિહાસ સર્જ્યા છે. ધોની આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતનારો વિશ્વનો સૌપ્રથમ સુકાની બન્યો છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારત અગાઉટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ,વન-ડે વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. ભારત બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પોતાનાં નામે કરવા સફળ રહ્યું છે. અગાઉ ભારત ૨૦૦૨માં શ્રીલંકા સામે સંયુક્તપણે વિજેતા રહ્યું હતું. બીજી તરફ ઇંગ્લેન્ડ ફરી એક વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા નિષ્ફળ રહ્યું છે.
ઇંગ્લેન્ડના બોપારા અને મોર્ગને એક સમયે ભારતના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જો કે તેમના આઉટ થતાં જ ટીમનો રકાસ થયો હતો. અગાઉ ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યા હતો. ભારતે એક સમયે ૬૬ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે જાડેજા અને વિરાટ કોહલી ભારતની વહારે આવ્યા હતા. બન્નેએ ૪૭ રનની ભાગીદારી નોંધાવી ભારતને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડયું હતું.
...આમ બન્યા ચેમ્પિયન
દ. આફ્રિકા સામે ૨૬ રને વિજય
વિન્ડીઝ સામે ૮ વિકેટે વિજય
પાક. સામે ૮ વિકેટ વિજય
ઇંગ્લેન્ડ સામે ૫ રને વિજય
ટર્નિગ પોઇન્ટ
ભારતે એક સમયે ૬૬ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધીહતી,જોકે વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે ૫.૩ ઓવરમાં ૪૭ રનની ભાગીદારી નોંધાવી ભારતને સન્માનજનક સ્કોરે પહોંચાડયું હતું જ્યારે બોલિંગમાં ઇશાંત શર્માએ બોપારા-મોર્ગનને સતત બે બોલમાં આઉટ કરી ભારતને જીત અપાવી હતી.sandesh
No comments:
Post a Comment