
- પ્રાણ હોય તો કહેતા..'તુમને ઠીક હી સુના હૈ બરખુરદાર, પ્રાણોં કે હી ઉસૂલ હોતે હૈં, એક દિન નીકલ હી જાતે હૈ, પર મરતે નહિ, મરતા તો શરીર હૈ’
૯૩ વર્ષની વયે લાંબી બીમારી બાદ ચરિત્ર અભિનેતા પ્રાણે શુક્રવારે મુંબઇમાં પ્રાણ ત્યાગ કર્યા હતા. વર્ષના જેટલા દિવસ હોય છે, લગભગ તેટલી જ ફિલ્મોમાં તેમણે 'પ્રાણ’ પૂર્યા છે. કહેવાય છે કે સમય ક્યારેય કોઇના માટે રોકાતો નથી. પણ, ફિલ્મી દુનિયામાં ૬૦થી ૭૦ના દાયકાનું જીવનની સમયચક્ર પ્રાણને જોઇ રહ્યા છે. તે દરમિયાન જે ફિલ્મમાં પ્રાણ હતા, તે ફિલ્મો 'પ્રાણવાન’ બની જતી હતી. તે પ્રાણ જ હતા જેમણે મધુમતિ, જિદ્દી, રામ ઔર શ્યામના ભયાનક રૂપને મલંગ ચાચાનું રૂપ આપ્યું. જે બે ફિલ્મોએ કવિ હરિવંશરાય બચ્ચનના મોટા પુત્રને અમિતાભ બચ્ચન બનાવ્યો તે મજબૂર અને જંજીર ફિલ્મમાં પણ જાન પ્રાણે જ પૂર્યાં હતા.
લાહૌરમાં ફોટોગ્રાફી શીખતા-શીખતાં પોતે જ ફિલ્મ બની ગયા. ભાગલા પડયા ત્યારે પાકિસ્તાન જવું જરૂરી હતું. પણ, નિષ્પ્રાણ થઇ ગયા. પ્રાણ હિન્દુસ્તાન આવી ગયા. મુંબઇમાં અને આજે ત્યાંથી જ નીકળી ગયા અનંતની યાત્રા પર. ખરીદતી વખતે તેમની વાતચીતના અંદાજથી પ્રભાવિત થઈને વલી સાહેબે તેમને બીજા દિવસે સ્ટુડિયોમાં બોલાવ્યા. ત્યારે ડી.એન. પંચોલી લાહોરમાં ખ્યાતનામ પ્રોડક્શન હાઉસના માલિક હતા અને વલી તેમની સાથે કામ કરતા હતા.
પ્રાણની અદા તેમને એટલી હદે ગમી ગઈ કે તેમને યમલા-જટ ફિલ્મમાં હીરોની ભૂમિકા આપી. ભાગલા બાદ પ્રાણ ભારત આવ્યા. તેમને આત્મવિશ્વાસ એટલો બધો હતો કે આવતાની સાથે જ તાજ હોટેલમાં રૂમ બુક કરાવી. તેમને પૂરી આશા હતી કે કામ તો મળવાનું જ છે. એ જ વર્ષે તેમને સઆદત હસન મંટોની મદદથી જિદ્દી ફિલ્મ મળી ગઈ. ફિલ્મોની તેમની સફરમાં નવા આયામો જોડાતા ગયા. સ્ટારનો હોદ્દો મળ્યો ૧૯પ૬માં આવેલી ફિલ્મ હલાકુથી, જેમાં મીનાકુમારી તેમની અભિનેત્રી હતી. આ તેમની પહેલી ફિલ્મ હતી જેમાં તેઓ ખલનાયકની ભૂમિકામાં હતા. ફિલ્મના હીરો રાજકુમાર હતા.
No comments:
Post a Comment