Tuesday, 30 July 2013

તેલંગણા દેશનું ૨૯મું રાજ્ય:હૈદરાબાદ સંયુક્ત રાજધાની

નવી દિલ્હી, ૩૦ જુલાઇ
*.દસ જિલ્લાઓને તેલંગણામાં સમાવવામાં આવશે
*.દસ વર્ષમાં તેલંગણાની અલગ રાજધાની બનાવાશે
*.યુપીએ અને કોંગ્રેસ ર્વિંકગ કમિટિ દ્વારાદરખાસ્તને મંજૂરી
*.રાયલ-તેલંગણાની રચનાની દરખાસ્ત પડતી મુકાઈ
*.હૈદરાબાદને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત પણ પડતી મુકાઈ
*.ચારથી પાંચ મહિનામાં તેલંગણાની અલગ રચનાની પ્રક્રિયા પૂર્ણ કરાશે
આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને તેમાંથી અલગ તેલંગણા રાજ્યની રચના કરવાની માગણીને સરકાર દ્વારા આખરે મંજૂર કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા પાંચથી છ દાયકા સુધી તેલંગણાનાં મુદે ચાલતી ચળવળના અંત આવ્યો હતો. અલગ તેલંગણાની રચના થતાં તે દેશનું ૨૯મું રાજ્ય બનશે.
હૈદરાબાદને ૧૦ વર્ષ સુધી તેલંગણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની બનાવવામાં આવશે.
કોંગ્રેસનાં મહામંત્રી દિગ્વિજય સિંહ દ્વારા અલગ તેલંગણાની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. તેલંગણાની રચનાને મંજૂરી આપવા બુધવારે કેન્દ્રિય કેબિનેટની સ્પેશ્યલ મિટિંગ યોજવામાં આવશે. આ પછી સંસદનાં ચોમાસું સત્રમાં જ અલગ રાજ્યની રચનાનું બિલ રજૂ કરાશે.
મંગળવારે યુપીએનાં સાથી પક્ષોની બેઠકમાં અને તે પછી કોંગ્રેસ ર્વિંકગ કમિટિની બેઠકમાં તેલંગણાની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર માટે આ નિર્ણય લેવાનું કાર્યઘણું અઘરૃં હતું પણ આખરે સૌના હીતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશનાં ત્રણ પ્રાંતો તેલંગણા,કોસ્ટલ આંધ્ર અને રાયલસીમામાંથી તેલંગણાને હવે અલગ રાજ્યનો દરજ્જો મળશે. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ પ્રવક્તા અજય માકેનનાં જણાવ્યા મુજબ ચારથી પાંચ મહિનામાં અલગ તેલંગણાની રચનાની પ્રક્રિયા પૂરી કરાશે.
*.તેલંગણામાં કયા કયા દસ જિલ્લાઓ
*.તેલંગણામાં દસ જિલ્લાઓને સમાવવામાં આવશે.જેમાં હૈદરાબાદ,અદિલાબાદ, ખમ્મમ, કરિમ નગર, મહેબૂબ નગર, મેઢક, નાલગોંડા, નિઝામાબાદ,રંગારેડ્ડી અને વારાંગલનો સમાવેશ થાય છે.
*.સોનિયાની સાફ વાત તેલંગણા રચાશે જ,પ્રશ્નો હશે તો દૂર કરાશે
દરમિયાન તેલંગણાની રચનાને આખરી ઓપ આપવા દિલ્હીમાં મંગળવારે આખો દિવસ રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદે ચર્ચા કરવા વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે પણ ચર્ચા કરાઈ હતી. આંધ્રનાં સાંસદો અને પ્રભારીને પણ ચર્ચામાં સામેલ કરાયા હતા અને તેમનાં અભિપ્રાયો લેવાયા હતા. આંધ્રનાં મુખ્ય પ્રધાન કિરણ રેડ્ડી પણ દિલ્હીમાં હાજર હતા. કોંગ્રેસનાં કેટલાક સાંસદ અલગ તેલંગણાની વિરૃધ્ધ હતા પણ સોનિયા ગાંધીએ તેમને સ્પષ્ટશબ્દોમાં કહ્યું હતું કે તેમનાં વિરોધને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે સમસ્યાઓ છે તેનો નિકાલ લાવવામાં આવશે.
*.દેશનું ૨૯મું રાજ્ય
તેલંગણા દેશનું ૨૯મું રાજ્ય બનશે જેમાં ૧૦ જિલ્લાઓ હશે. પુષ્કળ પાણી અને અન્ય કુદરતી સંપત્તિથી ભરપૂર આ વિસ્તાર ધણા સમયથી વિકાસનાં અભાવે પછાત રહ્યો છે જેને પરિણામેજ તેનું અલગ રાજ્ય રચવાની માગણી કરાઈ રહી હતી. દેશની ધરતીમાં કોલસાનો જે ભંડાર ચે તેમાંનો ૨૦ ટકા કોલસો ત્યાંની જમીનમાં છે. આઉપરાંત અબરખ,બોક્સાઈટ અને ચૂનો પણ ત્યાંની જમીનમાં ભંડારાયેલો છે. તેલંગણાની વસ્તી ૩.૫કરોડની છે. નવા રાજ્યનો મોટાભાગનો વિસ્તાર ભૂતકાળનાં નિઝામ સ્ટેટમાં સમાવિષ્ટ હતો.તેલંગણામાં હાલ લોકસભાની ૧૭ અને રાજ્ય વિધાનસભાની ૧૧૯ સીટો આવેલી છે. નવું રાજ્ય સ્થપાયા પછી ત્યાંનાં લોકોની ગરીબી અને પછાતપણું દૂર થશે તેવી આશા છે.
*.દાયકાઓ લાંબા સંઘર્ષ પછી આખરે વિજય
અલગ તેલંગણાની ચળવળ આમ તો આઝાદી પહેલા ૧૯૪૦ની આસપાસ શરૂ થઈ હતી પણ ૧૯૫૬માં આંધ્રપ્રદેશની જ્યારે રચના થઈ ત્યારથી જ અલગ રાજયની માગણી પ્રબળ બની હતી. આ પછી ૨૦૦૯માં આ ચળવળે વેગ પકડયો હતો. જેમાં ૧૦૦૦થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો અને કેટલાક લોકોએ આત્મવિલોપન કર્યું હતું.......sandesh.com

No comments:

Post a Comment