Wednesday, 31 July 2013

પાકિસ્તાનમાં શરીફના નજીકના સહયોગી મમનૂન હુસેન 12મા રાષ્ટ્રપતિ

ઈસ્લામાબાદ, 30 જુલાઇ ભારતના આગરામાં જન્મેલા અને વડાપ્રધાન નવાઝ શરીફના નજીકના સહયોગી મમનૂન હુસેન મંગળવારે નિર્વિવાદરૂપે પાકિસ્તાનના 12માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ 9 સપ્ટેમ્બરના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનું સ્થાન ગ્રહણ કરશે. સરકારી મીડિયાના અહેવાલો પ્રમાણે પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ઉમેદવાર પૂર્વ ન્યાયાધીશ વજીહુદ્દીન અહમદને હરાવી હુસેન સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બન્યા છે. એસેમ્બ્લીમાં મુખ્ય વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ આ ચૂંટણીમાંથી પોતાના ઉમેદવાર રાજા રબ્બાનીનું નામ પરત ખેંચી લીધું હતું કારણ કે પહેલા ચૂટણીની તારીખ 6 ઓગસ્ટ હતી જેને 30 જુલાઇ કરી દેવાઇ હતી, જેનો પીપીપીએ વિરોધ કર્યો. આમ પાર્ટીએ મતદાનની તારીખ બદલવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

No comments:

Post a Comment