Wednesday, 5 June 2013

ત્રીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન પદે નવાઝ શરિફ

આજે પાકિસ્તાનના વડાપ્રધાન પદે નવાઝ શરિફની ફરી એક્વાર તાજપોશી
લાંબા સમય બાદ પાકિસ્તાનના સરતાજ બનશે
એક સમયે દેશ છોડવાનો પણ વારો આવ્યો હતો
પાકિસ્તાનના વડાપ્રધાન પદે નવાઝ શરીફ ત્રીજી વખત આવી ગયા છે. તેમના આવવાથી ભારત સાથેના પકિસ્તાનના સંબંધોમાં કેવે ફેરફાર થશે? અત્યારે તો શરીક કહી રહ્યા છે કે તેઓ ભારત સાથેના સંબંધો સુધારવા પ્રયાસો કરશે પણ ખરેખર શું થશે તે તો આવનારો સમય જ જણાવશે. અગાઉ પણ જ્યારે શરીફ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ભારત સાથે શાંતિનાસુમેળ સંબંધોની વાત કરી હતી પણ ક્યારેય એવું થઇ શક્યું નહોતું.
ત્યારે શરીફે કહ્યું હતું કે સુકી રોટી ખાઇને પણ ભારતને કરારો જવાબ આપીશું. એક તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો અને બીજીતરફ કારગીલ યુધ્ધ છેડી ગદ્દારી કરી.
નવાઝ શરીફનો માર્ગ સરળ નથી, તેમણે ચાર મોરચા પર સંઘર્ષ કરવોપડશે. પહેલો-સેના, બીજો-અમેરિકાની દખલગીરી અને અફઘાનિસ્તાન, ત્રીજો- ત્રાસવાદ,ભ્રષ્ટાચાર અને વીજ કટોકટી જેવી આંતરિક સમસ્યાઓ, ચોથો-ભારત સંબંધ. પાકિસ્તાનમાં કોઇપણ રાજકીય પક્ષ ગમે તેટલો શક્તિશાળી બનીને કેમ ન ઉભરે. સેના અથવા આઇએસઆઇના દબાણમાં જ રહેવું પડે છે. અમેરિકાની દરમિયાનગીરી, અફઘાનનો મુદ્દો અને ભારત સાથેના સંબંધ સીધી પાકિસ્તાનની વિદેશ નીતિ સાથે સંકળાયેલી છે જેને આઇએસઆઇ અને સેના સંચાલિત કરે છે.
નવાઝ શરીફનો માર્ગ સરળ નથી, તેમણે ચાર મોરચા પર સંઘર્ષ કરવોપડશે.divyabhaskar

No comments:

Post a Comment