Wednesday, 11 September 2013

ગુજરાતમાં તાલુકાઓની કુલ સંખ્યા 225થી વધીને 248 થઈ

ગાંધીનગર, 10 સપ્ટેમ્બર ગુજરાત સરકારે સોમવારે નવા ૨૩ તાલુકાની રચનાની સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ જાહેરાતની સાથે જ ગુજરાતમાં તાલુકાઓની કુલ સંખ્યા 225થી વધીને 248 થઈ છે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં નવા તાલુકાઓ અને જિલ્લાઓની રચના કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વહીવટી પ્રક્રીયા અને સ્થાનિકોના વિરોધના પગલે, નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ નવા તાલુકાઓ અને જિલ્લા અસ્તિત્વમાં આવી શક્યા નહોતા. ત્યાર બાદ, નવા તાલુકા અને જિલ્લાની રચના અર્થે ગુજરાત સરકારે પ્રધાન મંડળની પેટા સમિતિ રચી હતી. મહેસુલ પ્રધાન આનંદીબહેન પટેલે રાજ્ય પ્રધાનમંડળની પેટા સમિતીનો અહેવાલ ગુજરાત સરકારની વિચારણા અર્થે રજુ કર્યો હતો. જેને પ્રધાનમંડળે સ્વીકાર કરતા ૯મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવા ૨૩ તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે. મૂળ તાલુકામાંથી નવરચિત તાલુકાઓની વિગતવાર યાદી નીચે મુજબ છે.
૧ ઉના ------ગીર ગઢડા
૨ જૂનાગઢ--- જૂનાગઢ શહેર
૩ ડીસા------દિઓદર, થરાદ લાખાણી
૪ મહુવા----ગારીયાધાર, પાલિતાણા જેસર
૫ ચીખલી ----ખેરગામ
૬ સમી--------શંખેશ્વર
૭ પાટણ-----સરસ્વતી
૮ પારડી-----વાપી
૯ ડાંગ--------વધઈ
૧૦ ડાંગ------સુબીર
૧૧ કડી-------મહેસાણા જોટાણા
૧૨ ઝઘડીયા---વાલિયાનેત્રગ
૧૩ વાવ--------સુઈ ગામ
૧૪ ચોટીલા----મૂળી,સાયલા થાનગઢ
૧૫ બરવાળા-----ઘોલેરા
૧૬ જસદણ------વિછીયા
૧૭ ઠાસરા-------ગલતેશ્વર
૧૮ સંખેડા--------જેતપુર પાવી બોડેલી
૧૯ ખેડબ્રહ્મા-------પોશીના
૨૦ ઝાલોદ--------સંજેલી
૨૧ મહેસાણા------ વિજાપુર, કડી, વિસનગર, માણસા ગોઝારીયા
૨૨ માતર----------નડીયાદ વસો
૨૩ સાવલી---------ડેસર

No comments:

Post a Comment