Saturday, 14 September 2013

વોયેજર-૧નું સૌરમંડળની બહાર પરિભ્રમણ

આજથી ૩૬ વર્ષ પહેલાં લોંચ કરવામાં આવેલું અને હવે સૂર્યથી ૧૯ અબજ કિલોમીટર દૂર નાસાનું વોયેજર-૧ અવકાશયાન તારામંડળ વચ્ચેનાં અંતરિક્ષમાં પરિભ્રમણ કરનાર પ્રથમ માનવર્સિજત યાન બન્યું છે. નવા અને અપેક્ષિત ડેટા એવો નિર્દેશ આપે છે કે વોયેજર-૧ છેલ્લા એક વર્ષથી પ્લાઝમા એટલે કે ઘનઆયન અને છૂટાં વીજાણુઓની સરખી સંખ્યા ધરાવતા વાયુમાં સફર કરી રહ્યું છે. તારામંડળો વચ્ચેનાં અંતરિક્ષમાં હાલ મોજૂદ છે એવું નાસાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. "હવે જ્યારે અમારી પાસે નવા મહત્ત્વના ડેટા છે ત્યારે અમારું માનવું છે કે આ માનવજાતનું સૌરમંડળની બહારનું ઐતિહાસિક પદાર્પણ છે" એવું કેલિર્ફોિનયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી,પાસેદેનાસ્થિત વોયેજર પ્રોજેક્ટ વૈજ્ઞાાનિક એડસ્ટોને જણાવ્યું હતું. વોયેજર ટીમને આ નિરીક્ષણોનું પૃથ્થકરણ કરવા માટે સમય લાગશે,વોયેજર જ્યાં સૂર્યનો પ્રભાવ ન હોય એવા સૌરમંડળની બહારનાં અવકાશમાં ક્યારે પહોંચશે તે વૈજ્ઞાાનિકો હજુ જાણતા નથી એવું તેમણે જણાવ્યું હતું. વોયેજર હજુ સૌરમંડળની બહાર સંક્રમણ પ્રદેશમાં છે કે જ્યાં હજુ સૂર્યનો કેટલોક પ્રભાવ જોવા મળે છે. જ્યારે અમોને જોયું કે અંતરિક્ષયાન સૌરમંડળની બહાર તારામંડળ જેવા સંપૂર્ણ નવા પ્રદેશમાં છે ત્યારે અમે આશ્ચર્યસહ અમારી બેઠક પરથી ઊભા થઈ ગયા હતા એવું આયોવા યુનિર્વિસટી ખાતે પ્લાઝમા વેવ સાયન્સ ટીમના વડા ડોન ગુર્નેટે જણાવ્યું હતું. વોયેજર-૧માં ર્વિંકગ પ્લાઝમા સેન્સર નહિ હોવાથી વૈજ્ઞાાનિકોને તેના ચોક્કસ સ્થળને નિર્ધારિત કરવા અંતરિક્ષયાનના પ્લાઝમા પર્યાવરણને માપવા માટે જુદી પદ્ધતિ અપનાવવી પડશે. વોયેજર-૧ ને વોયેજર-૨ ૧૯૭૭માં ૧૬ દિવસના અંતરે લોંચ કરવામાં આવ્યાં હતાં. બંને અંતરિક્ષયાન ગુરુ અને શનિની આસપાસ ભ્રમણ કરે છે,વોયેજર-૨ યુટેનસ અને નેપ્ચ્યૂનની આસપાસ ઉડ્ડયન્ન કરતું હતું........sandesh

No comments:

Post a Comment