Friday, 27 September 2013

સૌથી વધુ તારાવાળી આકાશગંગા શોધાઈ

લંડન
ખગોળશાસ્ત્રીઓએ સૌથી વધુ ગીચ તારાઓવાળી આકાશગંગા શોધી કાઢી છે,જે ૫૪૦ લાખ પ્રકાશવર્ષ દૂર છે,અને તે આપણી પડોશી આકાશગંગા છે. ગ્રાઉન્ડ-બેઇઝ્ડ ઓબ્ઝર્વેટરીઝની કમ્બાઇન્ડ ઇમેજિંગ ક્ષમતાનો હાઇ-ફ્લાઇંગ હબલ સ્પેસ ટેલિસ્કોપ સાથે ઉપયોગ કરીને ચન્દ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીએ એમ૬૦-યુસીડી૧ તરીકે ઓળખાતી અલ્ટ્રા-કોમ્પેક્ટ ડ્વાર્ફ ગેલેક્સી શોધી કાઢી છે જે આપણી અગાઉ શોધાયેલી ગેલેક્સી,આકાશગંગાની સરખામણીએ ૧૫૦૦૦ ગણી ગીચ છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી જય સ્ટ્રાડરના જણાવ્યા મુજબ,આપણી આકાશગંગા કરતાં એમ૬૦-યુસીડી૧માં એક તારામાંથી બીજા તારામાં જવાનું સરળ બની રહેશે પરંતુ હાલની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવું શક્ય બનાવવામાં સેંકડો વર્ષો લાગી જશે.sandesh

No comments:

Post a Comment