Wednesday, 16 October 2013

ફિલિપાઇન્સમાં વિનાશક ભૂકંપમાં ૯૩નાં મોત થયાં, હજારોને અસર

સેબુ (ફિલિપાઇન્સ), તા. ૧૫
મધ્ય ફિલિપાઇન્સમાં ૭.૨ની તીવ્રતાના ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને ૯૩ સુધી પહોચી ગયો છે. ભૂકંપના કારણે ધ્વસ્ત થઈ ગયેલી હોસ્પિટલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી ચાલી રહી છે. આ કારણે સદીઓ જૂનું એક ચર્ચ પણ તૂટી પડયં હતં,ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.
*.૭.૨ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઐતિહાસિક ચર્ચ ધરાશાયી
બોહોલ પોલીસના વડા ડેનિસ ઓગસ્ટિને જણાવ્યું હતું કે,માત્ર બોહોલ પ્રાંતમાં જ ૭૮ જેટલા લોકો માર્યા ગયા છે,જ્યારે ૧૫ જેટલા લોકો નજીકના સેબુ પ્રાંતમાં માર્યા ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કાર્મેન શહેરથી ૩૩ કિલોમીટર દૂર આવેલું હતું. આ વિસ્તારોમાં પણ અનેક નાના-નાના બિલ્ડિંગ તૂટી પડયા હતા. ઉપરાંત ભૂકંપના કારણે અનેક રોડ અને બ્રિજને નુકસાન થયું હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ભૂકંપના કારણે સદીઓ જૂના અનેક ઐતિહાસિક ચર્ચને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત કાર્મેનમાં આવેલા લોકોક શહેરમાં આવેલા ૧૭મી સદીના અડધાથી વધુ ચર્ચને પણ નુકસાન પહોચ્યં હતું. લૂન વિસ્તારમાં પણ ૧૮ લોકો માર્યા ગયા હતા,જ્યારે કાર્મેનની કોંગ્રેસમેન કાસ્ટિલ્લો મેમોરિયલ હોસ્પિટલ તૂટી પડતાં અનેક દર્દીઓ તેમાં ફસાઇ ગયા હતા. વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે પણ રાહત કામગીરીમાં મુશ્કેલી પડી હતી. ઉપરાંત તોફાની પવન અને ભારે વરસાદના કારણે સૈન્યના હેલિકોપ્ટરે પાછં ફરવુ પડયં હતું.
ભૂકંપના કારણે જે લોકોએ પોતાના ઘર ગુમાવી દેવાનો વારો આવ્યો છે તેમના માટે સત્તાવાળાઓએ ટેન્ટ ઊભા કર્યા હતા. ભૂકંપની તીવ્રતા વધારે હોવાના કારણે ગીચ વસ્તી ધરાવતા સેબુ શહેરની સાથે સાથે બોહોલમાં પણ અનેક લોકોના મોત નીપજ્યા હતા.
જાપાન તરફ આગળ વધતું ટાઇફૂન વિફા
ટોકિયો : દાયકામાં પ્રચંડ વાવાઝોડું ટાઇફૂન જાપાનના અણુપ્લાન્ટ પર ત્રાટકે છે. ૧૦ વર્ષમાં સૌથી પ્રચંડ એવું ટાઇફૂન હવે જાપાન તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું જાપાનના મહત્ત્વના ફુકુશિમા અણુ પ્લાન્ટને ઝપટમાં લેશે. કલાકના ૨૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સાથે ટાઇફૂન વિફા મંગળવારે સાંજે જાપાનના પેસિફિક સાઉથમાં કેન્દ્રીત થયુ હતું અને કલાક ૩૫ કિ.મી.ની ઝડપે ઉત્તરમાં આગળ વધી રહ્યું છે,એવું જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું. બુધવારે સવાર સુધીમાં આ વાવાઝોડું ટોકિયોના મેટ્રોપોલિટન વિસ્તારમાં પહોંચવાની શક્યતા છે અને પાછળથી ફુકુશિમાના સમુદ્રકાંઠે પહોંચશે જ્યાં જાપાનનો ક્ષતિગ્રસ્ત અણુ પાવર પ્લાન્ટ છે.'૧૦ વર્ષમાં કાં તો પ્રદેશમાંથી પસાર થનાર આ સૌથી પ્રચંડ ટાઇફૂન છે એવું હવામાન એજન્સી મુખ્ય આગાહીકર્તા હિરોયુકી ઉચીદાએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું.
'મેટ્રોપોલિટન વિસ્તારમાં ધ્વસ્ત કલાકો દરમિયાન તેની ટ્રાફિક સિસ્ટમ પર મોટી અસર પડશે' એવું તેમણે જણાવ્યું હતું.
હવામાન વિભાગે મૂશળધાર વરસાદ અને તોફાની પવનો ફૂંકાવાની આગાહી કરતા ફુકુશિમા પ્લાન્ટની સંચાલક કંપની ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ (ટેપ્કો) જણાવ્યું હતું કે રેડિયેશન પ્રદૂષિત પાણીના શ્રેણીબદ્ધ લિકેજ બાદ હવે કંપની આ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ થઇ રહી છે. કેબલ્સ અને પાઇપ્સને સાથે જોડવામાં આવ્યા છે જ્યારે ગ્રાઉન્ડ અને દરિયામાં કરવામાં આવતી કામગીરી અટકાવી દેવામાં આવી છે.
આ મહિનાના આરંભે તાજેતરના ટાઇફૂનના કારણે જમા થયેલા વરસાદી પાણીને દૂર કરવાનો પ્રયાસ કરતા ટેન્કમાંથી ૪૩૦ લિટર્સ (૧૧૪ અમેરિકન ગેલેન્સ) પ્રદૂષિત પાણી ઢોળાઇ ગયાની જાહેરાત કરી હતી. કંપનીએ એકરાર કર્યો હતો કે આ પ્રદૂષિત પાણી સમુદ્રમાં વહી ગયું હશે.માર્ચ ૨૦૧૧માં સુનામીના કારણે અણુપ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું........sandesh.com

No comments:

Post a Comment