લંડન, 16 ઓક્ટોબર
ન્યૂઝીલેન્ડની એલિનોર કેટન મેન બુકર પ્રાઇઝ જીતી વિશ્વની સૌથી નાની ઉંમરની મહિલા લેખિકા બની છે. તેને માત્ર 28 વર્ષની ઉંમરે તેના 832 પાનાનાં સોના માટે હત્યાના રહસ્યમયી પુસ્તક 'ધ લ્યુમીનરીઝ' માટે આ એવોર્ડ મળ્યો છે. આ કહાની 19મી સદીની કથાવસ્તુ પર આધારિત સૌથી લાંબી નવલકથા છે.
કેટને આ પુસ્તક 25 વર્ષની ઉંમરે લખવાનુ ચાલુ કર્યુ હતુ. આ પુસ્તક માટે તેને ડચેસ ઓફ કોર્નવોલ તરફથી લંડનના ગીલ્ડહોલ ખાતે મંગળવારે 50,000 પાઉન્ડનુ ઈનામ મળશે. એકેડેમીના જજોએ આ પુસ્તકને 'વિક્ટોરીયન સેન્શેશન નવલકથા' તરીકે ગણાવ્યુ હતુ.
'ધ લ્યુમીનરીઝ'એ કેટનનુ બીજુ પુસ્તક છે. પહેલા તેણે 'ધ રીહર્સલ' લખેલુ. ન્યૂઝીલેન્ડ તરફથી બુકર પ્રાઇઝ મેળવનાર કેટન બીજી લેખિકા છે. આ પહેલા કેરી હુલ્મેને 'ધ બોન પીપલ' માટે 1985માં મેન બુકર પ્રાઇઝ મળેલો.
આ એવોર્ડ માટે ભારતીય લેખિકા ઝુમ્પા લહેરી પણ સ્પર્ધામાં હતા. તેમણે નક્ષલવાદ પર કહાની લખેલી છે. આ ઉપરાંત ઝીમ્બાબ્વેના લેખકને પણ પ્રથમ વાર બુકર પ્રાઇઝ માટે નામાંકન મળ્યુ હતુ. કુલ 6 પુસ્તકોને નામાંકન મળ્યુ હતુ. તેમાથી કેટનના પુસ્તકને જજોએ સર્વાધિક પસંદ કરી મેન બુકર પ્રાઇઝ આપવા સમર્થન કર્યુ હતુ......sandesh.com
No comments:
Post a Comment