Sunday, 3 November 2013

લંબી જુદાઇ : મશહૂર ગાયિકા રેશમાનું નિધન, બેસૂરાં બન્યાં અંતિમ સૂર

પાકિસ્તાનની જાણીતી ગાયિકા રેશમાનુ નિધન, હીરો ફિલ્મમાં ગાયુ હતુ 'લંબી જુદાઇ'નું ગીત
નવી દિલ્હી, 3 નવેમ્બર
પાકિસ્તાનની જાણીતી ગાયિકા રેશમાનુ લાહોરની હોસ્પિટલમાં આજે સવારે નિધન થયુ. જો કે રેશમા લાંબા સમયથી બિમાર હતી અને તેને ગળાનુ કેન્સર હતુ.
રાજસ્થાનના બીકાનેરમાં જન્મેલી રેશમાએ સુભાષ ધઇની ફિલ્મ હીરોમાં એક ગીત 'લંબી જુદાઇ' ગાયુ હતુ. આ ગીતે તેને એક નવી જ ઓળખ આપી. રેશમાનો પરિવાર મુળ આદિવાસી જાતિ હતી પરંતુ થોડાક સમય પછી તેના પરિવારે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. બીકાનેર પછી આ પરિવાર કરાચીમાં વસવાટ કર્યો. રેશમા પાકિસ્તાનના સૌથી જાણીતી લોક ગાયકોમાંથી એક છે.sandesh...divyabhaskar

No comments:

Post a Comment