Saturday, 2 November 2013

ભારતની ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત, 384ના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 326મા ઓલ આઉટ, ભારતે 3-2થી સિરીઝ કબજે કરી..........રોહિતની ઐતિહાસિક બેવડી સદી, દેશને આપી દિવાળીની સ્પેશિયલ ગિફ્ટ ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તોડ્યો

બેંગ્લોર, 2 નવેમ્બર
રોહિત શર્માની ધમાકેદાર બેવડી સદીની મદદથી સાતમી અને નિર્ણાયક વનડેમાં વધુ એક વખત મોટો સ્કોર નોંધાયો છે. ભારતે ઓસ્ટ્રેલિયાને શ્રેણી જીતવા માટે 384 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. રોહિત શર્માએ સચિન તેન્ડુલકરનો (અણનમ 200) રેકોર્ડ તોડ્યો છે અને 209 રનની શાનદાર ઈનિંગ્સ રમ્યો હતો.
બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેનો ભારતે અને ખાસ કરીને રોહિત શર્માએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવને વધુ એક સદીની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ધવન અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. પરંતુ મેચનું સૌથી મોટુ આકર્ષણ રોહિત શર્માની ધમાકેદાર બેટિંગ રહી હતી. તેની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી ભારતે 50 ઓવરમાં 6 વિકેટે રન બનાવ્યા હતા. રોહિતે 158 બોલમાં 12 ચોગ્ગા અને 16 છગ્ગાની મદદથી 209 રનની યાદગાર ઈનિંગ્સ રમી હતી. ઓલ ઇન્ડિયન ક્લબમાં સ્થાન મેળવનારો ત્રીજો ખેલાડી બની ગયો છે રોહિત શર્મા આની પહેલાં આ સ્થાન ઉપર સચિન અને સહેવાગ છે. રોહિતે આ મેચમાં વોટ્સનનો રેકોર્ડ તોડીને દુનિયામાં સૌથી વધુ સિક્સરો મારનારો ખેલાડી બની ગયો છે. ભારતીય ટીમે આજની મેચમાં ઓસ્ટ્રેલિયાને સૌથી મોટો સ્કોર આપ્યો છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 345નો સ્કોર ચેઝ કર્યો છે.
મેચની છેલ્લી પાંચ ઓવરોમાં ભારતીય બેટિંગ ઉપર એક જનર
46th- 1 4 4 0 6 1
47th- 6 4 0 6 4 6
48th- 2 6 1 1 6 4
49th- 6 4 2 0 1 4
50th- 6 6 0 4 4 1
www.sandesh.com

No comments:

Post a Comment