૨૫૦૦ કરોડના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની ખાસ વાતો
- 'સાધુ બેટ' ટાપુ પર ગોઠવવામાં આવશે
- તાર નાખેલું કોંકરેટ અને પંચધાતુનું કોટીંગ ઉપયોગમાં લેવાશે
- નર્મદા નદીના 'સાધુ બેટ' નામના ટાપુ પર નર્મદા ડેમ દેખાય એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા ગોઠવવામાં આવશે.
- આ સ્ટેચ્યુની કુલ ઊંચાઈ જમીન લેવલથી ૨૪૦ મીટર હશે, જેમાં મૂર્તિની ઊંચાઈ ૧૮૨ મીટર (વિશ્વની સૌથી ઊંચી) અને તેના પાયાની ૫૮ મીટર ઊંચાઈ રહેશે.
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાધુ બેટને નદીના કિનારા સાથે જોડતો એક બ્રિજ બાંધવામાં આવશે. આ કિનારાની જગ્યામાં સ્મૃતિગૃહ, ગાર્ડન, મુલાકાતીઓ માટેની ઓફિસ, હોટેલ, મનોરંજન પાર્ક, રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે.
- સ્ટેચ્યુમાં સ્ટીલ ફ્રેમિંગ, લોખંડ સળિયા કે તાર નાખેલું કોંકરેટ અને પંચધાતુનું કોટીંગ ઉપયોગમાં લેવાશે.
- આ સ્ટેચ્યુ માટે દેશના ખેડૂતો પાસેથી લોખંડ ઉઘરાવવામાં આવશે જેના માટે 'સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની ૩૬ જેટલી ઓફિસો દેશભરમાં ખોલવામાં આવશે.
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સાથે એક ભારવાહક ખુલ્લી લિફટ પણ બનાવવામાં આવશે જે સ્ટેચ્યુના માથા સુધી જશે અને ત્યાં ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમનું વિશાળ દ્રશ્ય જોઈ શકાશે.
- ૫૦૦ ફુટની ઊંચાઈએ ૨૦૦ લોકો એક સાથે એક સમયે સાતપુડા, વિદ્યાચલ પર્વતમાળાઓ, ૨૫૬ કિલોમીટર લાંબુ સરદાર સરોવરનું જળાશય અને ૧૨ કિલોમીટર લાંબુ ગરૃડેશ્વરનું જળાશય નિહાળી શકે તેવી જગ્યા રાખવામાં આવશે.
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રોજેકટ કુલ ૨૫૦૦ કરોડ રૃપિયાનો થશે જેને પૂર્ણ થતાં આશરે ૪ વર્ષ જેટલો સમય લાગશે.
- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના દિવસે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
- આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ભારતની જ નહિ પણ સમગ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાબિત થશે.gujaratsamachar
No comments:
Post a Comment