- ભારતનું મંગળયાન 24મી સપ્ટેમ્બર 2014 રોજ મંગળ પર ઉતરશે
- 450 કરોડના ખર્ચે બનેલું મંગળયાન 2000 લાખ કિમીની યાત્રા કરીને મંગળ પર પહોંચશે
-20 કરોડ કીલોમીટરની મુસાફરી કરશે મંગળયાન
મંગળ પર પહોચવા રવાના થયુ 'મંગળયાન',
-અંતરિક્ષની દુનિયામાં ભારતનો સફળ પ્રયાસ
શ્રીહરિકોટા, 5 નવેમ્બર
અંતરિક્ષ વિજ્ઞાનના ઈતિહાસમાં ભારતે એક નવો અધ્યાય લખી દીધો છે. આજે બપોર 2.38 વાગે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો દ્વારા મંગળયાનનું સફળ લોન્ચિંગ કરી દેવામાં આવ્યુ છે. મંગળવારે ભારતીય તહેવાર પ્રમાણે ભાઈબીજના દિવસે ઘડિયાળનો કાટો જેવો 2 વાગ્યાને 38 મીનિટે પહોચ્યો ત્યારે PSLV C-25 માર્સ ઓર્બિટર નામના ઉપગ્રહને લઈને અંતરિક્ષમાં રવાના થઈ ગયુ છે. મિશન મંગળને 28 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ ખરાબ વાતાવરણના કારણે વૈજ્ઞાનિકોએ તેની લોન્ચિંગની તારીખ બદલીને 5 નવેમ્બર કરી દીધી હતી. મંગળયાન સફળ રીતે મંગળગ્રહ પર લોન્ચ થાય તે માટે હજારોલોકોની પ્રાર્થના યાન સાથે જોડાયેલી છે.
ભારતનું મંગળયાન મિશન સફળ રહેશે તો દુનિયાના અગ્રણી દેશોમાં ચાલી રહેલા સ્પેસ વોરમાં ભારત ઘણુ મજબુત સ્થાન મેળવી લેશે. આ અભિયાન સફળ થતા અંતરિક્ષમાં ચીનની સરખામણીએ પણ ભારતનુ સ્થાન મજબૂત થઈ જશે. મંગળ મિશનની સાથે જ ભારત એશિયાનો પહેલો અને દુનિયાનો ચોથો એવો દેશ બની જશે જે પરગ્રહ પર અભિયાન ચલાવશે. વૈજ્ઞાનિકો પાસે આ અભિયાનની તૈયારી માટે ફક્ત 15 મહિનાનો સમય હતો. કારણ કે આ બાદ બીજો અવસર 780 દિવસ પછી એટલે કે 2016નાં જાન્યુઆરી મહિનામાં મળે તેમ હતું.
ઈસરોનાં અધ્યક્ષ કે. રાધાકૃષ્ણનનાં જણાવ્યાં પ્રમાણે, મંગળ એવો ગ્રહ છે જ્યાં માનવ જાત વસી શકે છે. આ ઘણાં ખરાં અંશે પૃથ્વી જેવો છે. તેમણે જણાવ્યું હતું કે, ધરતીની જેમ મંગળ પર તેની ધરી પર ફરતાં 24 કલાક અને 37 મિનીટનો સમય લે છે. જોકે ધરતી 365 દિવસમાં સૂર્યની પરિક્રમા પૂર્ણ કરે છે જ્યારે મંગળને 687 દિવસોનો સમય લાગે છે.
ઉલ્લેખનીય છે કે ઈસરોનાં આ અભિયાનમાં આશરે 450 કરોડ રૂપિયાનો ખર્ચો થશે, ઓર્બિટરને મંગળની કક્ષામાં પહોચતાં નવ મહિનાનો સમય લાગશે. અત્યાર સુધીમાં 51 જેટલાં મંગળ અભિયાન કરવામાં આવ્યાં છે જેમાંથી 21 સફળ રહ્યાં છે. વર્ષ 1960થી અંતરિક્ષ કાર્યક્રમ ઈસરોનાં અભિયાનનો એક ભાગ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-1નાં અભિયાનમાં પહેલી વખતમાં જ માલુમ પડ્યું હતું કે ચંદ્ર પર પાણી છે. હાલમાં ઓર્બિટર પૃથ્વીનું જ ભ્રમણ કરશે. 1 ડિસેમ્બરે તે અંતરિક્ષમાંથી મંગળ તરફ પ્રયાણ કરશે.sandesh...gujaratsamachar
No comments:
Post a Comment