નવી દિલ્હી, 5 નવેમ્બર
'મંગળયાન' માટે અંતરિક્ષમાં 25 કરોડ કિલોમીટરની સફર કરવી સરળ નહી હોય. આ સફર દરમિયાન 'મંગળયાન'ને સૌર કિરણોથી પણ જોખમ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન 'મંગળયાન'ને ખૂબ જ ગરમી અને ઠંડી વાળા વાતાવરણમાંથી પસાર થવુ પડશે. નિષ્ણાતોના મત પ્રમાણે ડીપ સ્પેસમાં થોડો પણ પ્રોબ્લેમ થાય તો અંત સમયે યાન ભટકી પણ શકે છે. આ યાનને બચાવવા માટે અને તેનુ સફળ લોન્ચિંગ કરવા માટે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ઘણી મહેનત કરવામાં આવી છે.
'મંગળયાન'ની 10 વિવિધ ખાસિયતો
1 સમગ્ર 'મંગળયાન'ને ગોલ્ડન રંગથી કવર કરવામાં આવ્યુ છે. આ કવર મંગળયાન માટે ખાસ કવરનું કામ કરશે અને તે યાનને ગરમી અને ઠંડીથી બચાવશે
2 ડીપ સ્પેસમાં આવતા જ સૌર વિકિરણ અને સૂરજના અલ્ટ્રા વાયલેટ કિરણોથી ઈલેક્ટ્રોનિક ઉપકરણથી ખરાબ થવાનુ જોખમ વધારે રહેતુ હોય છે. આ ગોલ્ડન કવર યાનને આ સમયગાળામાં બચાવશે
3 અંતરીક્ષમાં તારાઓની વચ્ચે 'મંગળયાન' તેમની દિશામાંથી ભટકી ન જાય તે માટે તેમાં એક નહી પરંતુ બે સ્ચાર સેન્સર લગાવવામાં આવ્યા છે. આ પહેલા ચંદ્ર તરફ મોકલવામાં આવેલા ચંદ્ર યાનમાં સ્ટાર સેન્સરમાં જ ખરાબી જોવા મળતી હતી. આ વખતે ઈસરોએ આ ભૂલ સુધારી લીધી છે
4. પૃથ્વીનો સંપર્ક સાધવા માટે ઘરતીથી આવતા સિગ્નલ પકડવા માટે 'મંગળયાન'માં મોટી ડિશ લગાવવામાં આવી છે.
5 'મંગળયાન'માં 360 ડિગ્રી સુધીના ફોટા લઈ શકાય તેવા વિશેષ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે
6 'મંગળયાન' મંગળ ગ્રહના ફોટા અને વાતાવરણ સાથે જોડાયેલા આંકડાઓ મોકલશે જેના આધારે ભારતીય વૈજ્ઞાનિકો મંગળ ગ્રહને લગતી કોઈ વિશેષ શોધ કરી શકે તેવી અપેક્ષા રાખે છે.
7 મંગળ ગ્રહની કક્ષામાં પહોચ્યા પછી યાનને ઘરતી પર કોઈ સંદેશ મોકલવો હશે તો તે સંદેશ ઘરતી સુધી પહોચવામાં 20 મીનિટ લાગશે અને ધરતી પરથી તેનો રિપ્લાય કરવામાં આવશે તો તે યાન સુધી પહોચવામાં પણ 20 મીનિટ લાગશે. આમ એક સંદેશનો પૂરતો જવાબ યાનને 40 મીનિટના અંતે મળશે.
8 'મંગળયાન'માં બે વિશેષ પ્રકારના કોમ્પ્યૂટર લગાવવામાં આવ્યા છે જે મુશ્કેલી આવશે ત્યારે ઘરતી તરફથી કોઈ એલર્ટ મળવાની રાહ જોયા વગર તેની જાતે નિર્ણય લેશે અને યાનના પ્રશ્નનો ઉકેલ લાવવામાં મદદ કરશે
9 'મંગળયાન' પર મીથેન સેન્સર લગાવવામાં આવ્યુ છે. પ્રથમ વખત કોઈ માર્સ મિશ આ પ્રમાણેનું ઉપકરણ લઈને અંતરિક્ષમાં જઈ રહ્યુ છે. મીથેન એટલે જીવનની નિશાની. ભારતીય વૈજ્ઞાનિકોને મીથેન કવરના આધારે જ કોઈ નવી વિશેષતા જાણવા મળે તેવી અપેક્ષા છે.
10 'મંગળયાન' પર થર્મલ સેન્સર પણ લગાવવામાં આવ્યુ છે જે વાતાવરણમાં કેટલુ જલ્દી ફેરફાર થાય છે તે નક્કી કરશે.sandesh
No comments:
Post a Comment