Friday, 8 November 2013

સૌથી શક્તિશાળી દરિયાઇ વાવાઝોડુ હૈયાન ફિલિપાઇન્સના કાંઠે ત્રાટક્યું

મનીલા, 8 નવેમ્બર
વિશ્વનું અત્યાર સુધીનું સૌથી પ્રચંડ તોફાન હૈયાન શુક્રવારે ચીનના પડોશી દેશ ફિલિપાઇન્સના વિસ્તારોને ધમરોળ્યું હતુ. આને પરિણામે વંટોળગ્રસ્ત વિસ્તારના માણસોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ભાગના માણસો ગભરાઇને ઘરમાં જ ભરાઇ રહ્યા છે. માર્ગો સૂમસામ થઇ ગયા છે અને વેપાર બંધ થઇ ગયો હતો.
રાજ્યના હવામાન વૈજ્ઞાનિક રોમિયો કાજુલિસે જણાવ્યું કે હૈયાન મનીલાથી સવારના 4.40 વાગે 600 કિ.મી. દૂર આવેલા મધ્ય દ્વીપ સમર જોડે અથડાયું હતુ અને હવે તે તેજીથી ઉત્તર-પશ્ચિમની તરફ વધી રહ્યું છે. વાવાઝોડાની હવાઓની ઝડપ 380 કિ.મી પ્રતિ કલાક છે.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બેનિગ્નો અકીનોએ ગુરૂવારે જ દેશવાસીઓને હૈયાનના કાળા કેરથી બચવા માટે પૂરતી તૈયારીઓ કરવા જણાવી દીધુ હતુ. તેમણે વધુમાં દેશવાસીઓને જણાવ્યું કે આવા સંકટના સમયમાં આપણે એક બીજાની મદદ કરવી જોઇએ જેથી આપત્તિના દુ:ખને પણ હળવું કરી શકાય....sandesh.com

No comments:

Post a Comment