Monday, 11 November 2013

'હૈયાન' વાવોઝોડાથી ફિલિપાઇન્સમાં ૧૦,૦૦૦નાં મોત ભારે વિનાશ

-દેશની અત્યાર સુધીની ભયંકર આફત
-'હૈયાન' વાવાઝોડાએ લોકોને ભોજન અને દૂધ માટે હેવાન બનાવ્યા ઃ લૂંટફાટ
(પીટીઆઇ) ટેકલોબાન, તા. ૧૦
ફિલિપાઇન્સમાં આવેલા મહા વાવાઝોડાએ દેશના ઘણા શહેરોને વેરાન બનાવી દીધા છે અને અધિકારીઓએ આ કુદરતી આફતમાં ૧૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા દર્શાવી છે. સત્તાવાર સૂત્રોએ આ વાવાઝોડાને દેશની અત્યાર સુધીની સૌથી મોટી આફત હોવાની ચેતવણી આપી છે.
તોફાનના ત્રીજા દિવસે પણ આફતમાં બચી ગયેલા અનેક લોકો મદદની રાહ જોઇ રહ્યા છે. અમેરિકાએ રાહત અને બચાવ કાર્યો માટે સેનાની મદદ મોકલવાની વાત જણાવી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર લેયતે પ્રાંતના પાટનગર ટેકનોબલમાં જોવા મળી છે.
ટેકનોબાલના રહેવાસીઓના જણાવ્યા અનુસાર વાવાઝોડાના કારણે સમુદ્રના મોજા ૧૬ ફૂટની ઉંચાઇ સુધી ઉછળ્યા હતાં. આ અગાઉ ફિલિપાઇન્સમાં મોટી કુદરતી આફત ૧૯૭૬માં જોવા મળી હતી. તે સમયે ૭.૯ તીવ્રતાના ભૂકંપ પછી સુનામી આવી હતી. જેમાં ૫,૦૦૦ થી ૮,૦૦૦ લોકોના મોત થયા હતાં.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ બાન કી મૂને પણ શકય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. યુરોપિયન કમિશને રાહત અને બચાવ કાર્ય માટે ૩૦ લાખ યુરો આપવાની જાહેરાત કરી છે. ે
ટેકનોબલમાં લૂટ અટકાવવા માટે પોલીસે વિશેષ દળોની નિયુક્તિ કરી છે. ૩૬ વર્ષીય હાઇસ્કૂલના શિક્ષક એન્ડ્રૂ પોમેડાએ જણાવ્યું હતું કે ભૂખ કે પોતાના પરિવારજનો ગુમાવવાને કારણે કેટલાક લોકોએ માનસિક નિયંત્રણ ગુમાવી દીધુ છે. તેમણે ચેતવણી આપી છે કે બચી જનારા લોકોની નિરાશામાં વધારો થઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે લોકો હિંસક બની ગયા છે. ખોરાક, ચોખા અને દૂધ મેળવવા માટે તેઓ ઓદ્યોગિક એકમો અને મોલ્સને લૂંટી રહ્યા છે. મને ભય છે કે એક સપ્તાહની અંદર ભૂખને કારણે લોકો એકબીજાની હત્યા કરી શકે છે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ટેકનોબલ શહેરની સ્થિતિ સુનામી પછીની સ્થિતિ જેવી છે. અહીંના મોટા ભાગના મકાનો ધરાશયી થઇ ગયા છે. વાહનો ઉંધા પડેલા જોવા મળે છે. વીજળીના તારોને નુકસાન થયું છે.
ચીફ સુપરિટેન્ડેન્ટ અલમેર સોરિયાએ ટેકલોબાનમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે ગઇ રાત્રે ગર્વનર સાથે બેઠક કરી હતી. સરકારના અંદાજ પ્રમાણે પ્રાથમિક તબક્કે ૧૦,૦૦૦ લોકોના મોતનો અંદાજ છે. વાવાઝોડાના માર્ગમાં આવેલા વિસ્તારોના ૭૦ થી ૮૦ ટકા મકાનો ધરાશયી થયા છે.
ટેકનોબલની બાજુમાં આવેલા સમર ટાપુના નાના શહેર બસેરમાં પણ વાવાઝોડાને કારણે ૩૦૦ લોકોના મોત થયા છે તેમ સ્થાનિક ડિઝાસ્ટર વડાએ જણાવ્યું હતું . તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં ૨૦૦૦થી વધુ લોકો લાપતા છે.....gujaratsamachar.com

No comments:

Post a Comment