Tuesday, 12 November 2013

મિસ વેનેઝુએલા ગ્રાબિએલા આઇઝરનાં શિરે મિસ યુનિવર્સ-૨૦૧૩નો તાજ

મોસ્કો, તા. ૧૦
વેનેઝુએલાની ૨૫ વર્ષીય ગાબ્રિએલા આઇઝરનાં શિરે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. શનિવારે રાત્રે મોસ્કોમાં યોજાયેલા દબદબાભેર કાર્યક્રમમાં મિસ યુનિવર્સ ૨૦૧૩ની જાહેરાત કરવામાં આવી હતી. મિસ યુનિવર્સની સ્પર્ધામાં સમગ્ર વિશ્વના જુદા જુદા ૮૫ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
*.ભારતની કન્ટેસ્ટન્ટ માનસી મોગેએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું
ભારતની માનસી મોગે માત્ર ટોપ ટેનમાં જ સ્થાન પામી શકી હતી. છેલ્લે વર્ષ ૨૦૦૦માં બોલિવૂડની અભિનેત્રી લારા દત્તાએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. છેલ્લાં છ વર્ષથી યોજાતી મિસ યુનિવર્સની સ્પર્ધામાં વેનેઝુએલાની સ્પર્ધકોએ ત્રણ વખત મિસ યુનિવર્સનો તાજ મેળવ્યો છે. અગાઉ વર્ષ ૨૦૦૮માં ડાયાના મેન્ડોઝા અને વર્ષ ૨૦૦૯માં સ્ટેફાનિયા ફર્નાન્ડીઝે મિસ યુનિવર્સનો તાજ મેળવ્યો હતો.
મિસ યુનિવર્સમાં રનરઅપની પોઝિશનમાં બીજું સ્થાન મિસ સ્પેનની પેટ્રિકિયા રોડ્રિગ્યુએ પ્રાપ્ત કર્યું હતું જ્યારે ત્રીજું સ્થાન એક્યુડોરની કોન્ટાન્ઝા બેઇઝ,ચોથું સ્થાન ફિલિપીન્સની એરિએલા આરિદા અને પાંચમું સ્થાન બ્રાઝિલની જેકેલિન ઓલિવેરાએ મેળવ્યું હતું......www..gujaratsamachar.com

No comments:

Post a Comment