--સચિનની ભાવુક વિદાયઃ સચિન અને અંજલિ સહિત રડી પડ્યા બધા ચાહકો
--ભારત 2-0થી સિરીઝ જીતી, સચિન ગ્રાઉન્ડ પર ભાવૂક થઈ ગયો, મેદાન છોડતા સમયે રડી પડ્યો
મુંબઈ, 16 નવેમ્બર
આખરે ક્રિકેટના ભગવાન સચિનની વિદાય થઈ ગઈ છે. સચિન ખૂબ ભાવુક વ્યક્તિ છે અને તે લાગણીઓ ખૂબ સારી રીતે છુપાવી શકે છે તેવુ આજે જ અંજલિ તેન્ડુલકરે કહ્યુ હતુ પરંતુ અતિંમ વિકેટ પડતા અને ભારતનો વિજય જાહેર થતા જ સચિન ખૂબ ભાવુક થઈ ગયા હતા. મેદાન છોડતી વખતે ક્રિકેટના ભગવાન ખૂબ ભાવુક થઈ ગયા હતા અને સ્ટેડિયમમાંથી બહાર નીકળતા સચિન રડી પડ્યા હતા. સચિન મેદાન છોડીને જઈ રહ્યા હતા ત્યારે ભારતીય અને વેસ્ટ ઈન્ડિઝ ટીમે સચિનને ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય આપી હતી. મહાનાયકની મહાવિદાયમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર શોએબ અખ્બતર પણ રડી પડ્યો હતો.
મેદાન પર હાજર ખેલાડીઓ અને અમ્પાયર્સે સચિન સાથે હાથ મિલાવ્યો હતો. સચિન પણ બધાને ગળે મળ્યો હતો. બાદમાં ટીમ સાથે જ્યારે તે પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે વાનખેડેમાં સચિન-સચિનનો નાદ ચાલું થયો હતો અને સચિન પેવેલિયન પહોંચી ગયો છતાં પણ મેદાનમાં આ જ નાદ સંભળાતો હતો. સચિન જ્યારે પેવેલિયન જઈ રહ્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સચિન ત્યારે ઘણો ભાવુક બની ગયો હતો. સચિન જ્યારે મેદાન છોડી રહ્યો હતો ત્યારે તે રીતસરનો રડી પડ્યો હતો અને કદાચ તે ક્રિકેટ ઈતિહાસની સૌથી ભાવનાત્મક, યાદગાર અને ક્યારેય નહીં ભૂલાય તેવું દ્રશ્ય હતું. સચિનની સાથે સાથે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને પુત્ર અર્જુન તથા પુત્રી સારા પણ રડી પડી હતી.
વિદાય પછી સચિને કહ્યુ કે, હુ ખૂબ ભાવુક થઈ રહ્યો છે. મને હજુવિશ્વાસ નથી આવતો કે હુ વિદાય લઈ રહ્યો છુ. આજના આ મહત્વના દિવસે મને મારા પિતાની કમી ખૂબ જ મહેસુસ થઈ રહી છે. મારા માતા-પિતાના સહયોગથી જ આજે હુ આ સ્થાને પહોચ્યો છુ. મારી માતા છેલ્લા 24 વર્ષથી સતત મારા માટે પ્રાર્થના કરતી આવી છે. એજ મારા જેવા તોફાની બાળકને સંભાળી શકે. મારા મોટા ભાઈઓને પણ મારામાં ખૂબ વિશ્વાસ હતો. મારી કેરિયરની શરૂઆતમાં પ્રથમ બેટ મને મારી બહેન આપ્યુ હતું. હુ બેટિંગ કરતો હતો તો મારી બહેન મારા માટે વ્રત રાખતી હતી
અંજલિને મળવું જીવનમાં ખૂબ ખાસ હતું, તેણે મારા માટે તેનું કરિયર છોડી દીધુ હતું. સચિનની આ વાતો સાંભળી આંજલિ રડી પડી હતી. મને બાળકો સાથે અત્યાર સુધી બિલકુલ સમય વિતાવવાનો સમય મળ્યો નથી પરંતુ હવે મારો બધો જ સમય મારી પત્ની અને બાળકો માટે હશે. સચિને તેના માતા-પિતા, પત્ની બાળકો સહિત તેની ટીમ, સાથી મિત્રો, ફિટનેસ માટે ડોક્ટરો, તેના મેનેજર એમ દરેકનો આભાર માન્યો હતો અને જો કોઈનું નામ ભૂલી ગયો હોય તો તેના માટે માફી પણ માગી હતી.
ટીમે સચિનને ખભા પર ઉચકીને સમગ્ર સ્ટેડિયમનુ ચક્કર લગાવ્યુ હતું. સચિને વાનખેડેની સ્પીચને પ્રણામ કર્યા અને ત્યારે ફરી એક વખત સચિન રડી પડ્યો હતો.by:sandesh...divyabhaskar
No comments:
Post a Comment