Saturday 23 November 2013

ચક્રવાતી વાવાઝોડું 'હેલન' આંધ્રપ્રદેશનાં મછલીપટ્ટમના કિનારા પર ત્રાટક્યું : 2નાં મોત, 20 માછીમારો લાપતા

મછલીપટ્ટમ, 22નવેમ્બર
પશ્ચિમ-મધ્યબંગાળની ખાડી ચક્રવાતી વાવાઝોડું 'હેલેન'નાં કારણે આંધ્રપ્રદેશનાં કિનારાનાં વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.તો વરસાદથી અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, ઝાડ ધરાશાયી થતાં ઝાડ નીચે દટાઇ જતાં બે લોકોનાં મોત થયા છે.ચક્રવાતી વાવાઝોડા 'હેલેન'નાં કારણે પશ્ચિમ ગોદાવરીમાં 20 માછીમારો અને 6 હોડીઓ ગુમ થવાનાં સમાચાર છે.
હવામાન વિભાગે આશા વ્યકત કરી છે કે લગભગ છ-સાત કલાક બાદ આ વાવાઝોડું નબળું પડવા માંડશે, જો કે ત્યાં સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે 8 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે-સાથે પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 3 હજાર લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા છે. તેમજ કિનારાનાં વિસ્તારોનાં સ્કુલો તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે....by...sandesh

No comments:

Post a Comment