Wednesday 24 September 2014

ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન

Sep 24, 2014 08:16

બેંગ્લોર, 24 સપ્ટેમ્બર
ભારતનું મંગળયાન મંગળની કક્ષામાં પ્રવેશ થઈ
ગયું છે. મંગળની કક્ષામાં યાનનો પ્રવેશ
કરનાર ભારત ચોથો દેશ છે. પરંતુ અશિયાઈ
દેશોમાં ભારત પ્રથમ દેશ છે જેમનું પ્રથમ પ્રયાસે
યાન મંગળ કક્ષામાં પ્રવેશ થયો છે. મંગળયાનનું
મગળની કક્ષામાં પ્રવેશ થતાં કોંગ્રેસ અધ્યક્ષ
સોનિયા ગાંધીએ પણ
ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં છે.
ભારત દ્વારા બનાવાવમાં આવેલું મંગળ યાન
માત્ર રૂ. 450 કરોડના ખર્ચે
બનાવવામાં આવ્યું હતું. મિશન મંગળયાનને
સફળતા મળતા ઈસરો સેન્ટરમાં ખુશીનું
વાતાવરણ છવાઈ ગયું હતું.
મંગળયાન મંગળમાં સ્થાપિત
થતાં સોનિયા ગાંધી સહિત
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી,
ગુજરાતના વડાપ્રધાન આનંદીબેન પટેલે પણ
ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત
અમેરિકાની વૈત્રાનિક સંસ્થા નાસાએ પણ
ઈસરોને અભીનંદન પાઠવ્યા હતાં.
Thenks:-www.sandesh.com

Wednesday 4 June 2014

A complete List of Chief Ministers of INDIAN States

1. Andhra Pradesh– NARA. CHANDRA BABU NAIDU (from 2nd week of june) 2. Arunachal Pradesh–Nabam Tuki
3. Assam–Tarun Gogoi
4. Bihar–Jitan Ram Manjhi
5. U.P.–Akhilesh Yadav
6. Uttarakhand–Harish Rawat
7. Goa–Manohar Parrikar
8. Gujarat–Anandiben Patel
9. Haryana–Bhupinder Singh Hooda 10. Himachal Prades-Virbhadra Singh
11. J & K–Omar Abdullah
12. Jharkhand–Hemant Soren
13. Karnataka–Siddaramaiah
14. Kerala–Oommen Chandy
15. M.P.–Shivraj Singh Chouhan
16. Maharashtra–Prithviraj Chavan 17. Manipur–Okram Ibobi Singh
18. Meghalaya–Mukul Sangma
19. Mizoram–Lal Thanhawla
20. Nagaland– T R Zeliang
21. Odisha–Naveen Patnaik
22. Punjab–Parkash Singh Badal
23. Rajasthan–Vasundhara Raje
24. Sikkim– Pawan Kumar Chamling 25. Tamil Nadu–Jayalalithaa
26. Tripura–Manik Sarkar
27. Telangana- Kalvakuntla Chandrashekar Rao(from 2nd june) 28. Chhattisgarh–Raman Singh
29. West Bengal–Mamata Banerjee 30. Puducherry–N. Rangaswamy
31. Delhi–Vacant
Thenks Bhavesh suthar

Thursday 2 January 2014

કૉરી એંડરસને તોડ્યો શાહિદ અફરીદીનો રેકોર્ડ

ક્વીન્સટાઉન :
ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન કૉરી એંડરસને વર્ષ 2014ના પહેલા જ દિવસે કમાલ કરી દીધો છે. એંડરસને વેસ્ટઈન્ડિઝની સામેની મેચમાં 36 બોલમાં શતક બનાવીને શાહિદ અફરીદીનો રેકોર્ડ તોડી દીધો છે. અંડરસને 47 બોલમાં 131 રન બનાવી ધમાકેદાર બેટીંગ કરીને નોટઆઉટ રહેવામાં સફળ રહ્યાં. ખરાબ મૌસમમાં પણ ન્યૂઝીલેન્ડ 21 ઓવરમાં 4 વિકેટ પર 283 રન બનાવામાં સફળ રહ્યું હતું.
એંડરસને વર્ષના પહેલા જ દિવસે વેસ્ટઈન્ડિઝના બોલર્સ માટે પડકાર સમાન બની ગયા હતા. નોંધનીય છેકે એંડરસને 47 બોલમાં 131 રન બનાવ્યાં જેમાં 6 ચોકા અને 14 છક્કા લગાવ્યાં હતાં. એંડરસનને અફરીદીનો રેકોર્ડ તોડવા માટે 5 બોલમાં 15 રનની જરૂરિયાત હતી. જે તેમણે કરી બતાવ્યું.......ggn news

Saturday 28 December 2013

કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા * *

નવી દિલ્હી, 28 ડિસેમ્બર
દિલ્હીના ઐતિહાસીક રામલીલા મેદાનમાં આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમના 6 મંત્રીઓ સાથે શપથ લઇ લીધા છે. કેજરીવાલના શપથ સમારોહમાં એન્ટ્રી પાસની જરૂર ન હોવાથી આજે વહેલી સવારથી જ લોકો રામલીલા મેદાનમાં પહોચ્યા હતા.

અભિનેતા ફારુખ શેખનું દુબઇમાં હૃદય રોગના હુમલાથી મૃત્યું

મુંબઇ, 28 ડિસેમ્બર
બોલિવૂડના અભિનેતા ફારુખ શેખનું હૃદય રોગના હુમલાના કારણે 65 વર્ષની વયે દુબઇમાં મૃત્યું નિપજ્યું છે. ફારુખ શેખનો જન્મ 25 માર્ચ 1948માં ગુજરાતના વડોદરા પાસેના નસવાડી ગામમાં એક મુસલમાન પરિવારમાં થયો હતો. ફારુખ શેખ તેમની પત્ની અને બે દિકરીઓ સાથે દુબઇમાં રજાઓ ગાળવા માટે ગયા હતા અને ત્યાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાની સાથે જ તેઓનું મૃત્યું થઇ ગયું. ફારુખ શેખના અચાનક દેહાંતના સમાચારથી સમગ્ર બોલિવૂડને આંચકો લાગ્યો છે. દુબઇમાં ઔપચારિક કાર્યવાહિ પુરી કરીને તેમના દેહને ભારત લાવવામાં આવશે.
ફારુખ શેખ 1970-80ના દાયકાની તેમની ફિલ્મો માટે ખાસ જાણીતા હતાં અને તેમણે સમાનાંતર સિનેમામાં ખાસ અને મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ફારુખ શેખ તેમના કલાત્મક અભિનય માટે જાણીતા હતા. ફારુખ શેખ સત્યજીત રે, મુજ્જફર અલી, ઋષિકેશ મુખર્જી જેવા દિગ્ગજ ડાયરેક્ટરો સાથે તેમણે કામ કર્યું છે. ફારુખ શેખની મુખ્ય ફિલ્મોમાં ‘ગર્મ હવા’, ‘શતરંજ કે ખેલાડી’, ‘ઉમરાવજાન’, ‘ચશ્મેબદ્દુર’, ‘નુરી’, ‘બાજાર’, અને ‘અબ ઇન્સાફ હોગા’ જેવી ફિલ્મોનો સામાવેશ કરવામાં આવે છે. ફારુખ શેખ ઘણી ટીવી સિરિયલો પણ કામ કર્યું હતું અને તેમનું થિયેટરમાં પણ મોટું નામ હતું. તેમનું નાટક ‘તુમ્હારી અમૃતા’ ખૂબ જ લોકપ્રિય હતું તો તેમણે ‘જીના ઇસીકા નામ હૈ’ શો પણ હોસ્ટ કર્યો હતો. ફારુખ શેખને 2010માં ફિલ્મ ‘લાહોર’ માટે બેસ્ટ સપોટિંગ એભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ફારુખ શેખ ઘણા સમય પછી ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’માં એક રોલ ભજવ્યો હતો...sandesh.com

Tuesday 10 December 2013

દક્ષીણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને બીજા ગાંધીના નામથી પ્રખ્યાત નેલ્સન મંડેલા 5 ડીસેમ્બર 2013એ દુનિયાને અલવિદા કહી ગયા.

દક્ષીણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને બીજા ગાંધીના નામથી પ્રખ્યાત નેલ્સન મંડેલા 5 ડીસેમ્બર 2013એ દુનિયાને અલવિદા કહી ગયા. મંડેલાને ખાસ દક્ષીણ આફ્રિકામાં રંગભેદ વિરોધી અંદોલન માટે ઓળખવામાં આવે છે. ઘણા મહિનાથી ફેફસાની બીમારીથી પીડાતા મંડેલા દક્ષીણ આફ્રિકાના જ્હોનીસબર્ગમાં પોતાના ઘરે ઈલાજ કરાવતા હતા.
નેલ્સન મંડેલાની ગણતરી નામચીન લોકોમાં કરવામાં આવે છે જે બીજા માટે આદર્શ ગણવામાં આવે છે. વર્ષ 2013માં દુનિયાની ઘણી મોટી મોટી હસ્તીઓએ આ ફાની દુનિયા છોડી દીધી. આ હસ્તીઓમાં કોઈએ 25 વર્ષની નાની ઉમરમાં દુનિયાને અલવિદા કહી તો કોઈ 112 વર્ષે અલવિદા કહી જતું રહ્યું. છતાં પણ તેમની વિદાયે ચોક્કસ લોકોને દુખી કર્યા.
આજે અમે તમને એવી સેલિબ્રિટીને મળાવી રહ્યા છીએ જેણે 2013માં દુનિયાને અલવિદા કહી લોકોના દિલમાં હમેશા માટે સ્થાન અંકિત કર્યું. ક્લિક કરો અને જુઓ દુનિયાની એ જાનીમાની હસ્તીઓને જેનું 2013 અંતિમ વર્ષ બની રહ્યું.

Wednesday 27 November 2013

શિખરની તોફાની સદી, ભારતે 2-1થી સિરિઝ ઉપર મેળવી જીત

કાનપુર, 27 નવેમ્બર
આજની કાનપુર વન ડે ક્રિકેટ મેચમાં ટીમ ઇન્ડિયા જીત પ્રાપ્ત કરીને 2-1 સિરિઝ જીતી લીધી છે. ભારતીય ટીમ જીત માટે 264 રનનો લક્ષાંકનો પીછો કરી રહી છે. ત્યારે ભારતીય ટીમના યુવા ખેલાડી શિખર ધવલે શાનદાર સદી લગાવીને ભારતને જીત આપાવી હતી. ભારતે પાંચ વિકેટે મેચ જીતીને 2-1 થી સિરિઝ પોતાના નામે કરી લીધી હતી. ભારતે સતત વન ડે ક્રિકેટની 6ઠ્ઠી સિરિઝ પોતાના નામે કરી લીધી છે.
ભારતીય ટીમ માટે કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખૂબજ લકી માનવામાં આવે છે. આજે ભારતીય ટીમ આ મેદાન ઉપર તેની 11 ક્રિકેટ મેચ રમવા જઇ રહ્યું છે અને અત્યાર સુધીમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતીય ટીમે રમેલી મેચો માંથી 8 મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની યુવા સેનાએ આજે બેટિંગનો પાવર દેખાડીને ગ્રીન પાર્ક સ્ટેડિયમની માન્યતાને સાચી પાડી છે. ભારતે 11 વન-ડે ક્રિકેટ રમી હતી જેમાંથી 9 મેચ ઉપર જીત મેળવી લીધી છે...info...sandesh.com

Saturday 23 November 2013

ચક્રવાતી વાવાઝોડું 'હેલન' આંધ્રપ્રદેશનાં મછલીપટ્ટમના કિનારા પર ત્રાટક્યું : 2નાં મોત, 20 માછીમારો લાપતા

મછલીપટ્ટમ, 22નવેમ્બર
પશ્ચિમ-મધ્યબંગાળની ખાડી ચક્રવાતી વાવાઝોડું 'હેલેન'નાં કારણે આંધ્રપ્રદેશનાં કિનારાનાં વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.તો વરસાદથી અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, ઝાડ ધરાશાયી થતાં ઝાડ નીચે દટાઇ જતાં બે લોકોનાં મોત થયા છે.ચક્રવાતી વાવાઝોડા 'હેલેન'નાં કારણે પશ્ચિમ ગોદાવરીમાં 20 માછીમારો અને 6 હોડીઓ ગુમ થવાનાં સમાચાર છે.
હવામાન વિભાગે આશા વ્યકત કરી છે કે લગભગ છ-સાત કલાક બાદ આ વાવાઝોડું નબળું પડવા માંડશે, જો કે ત્યાં સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે 8 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે-સાથે પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 3 હજાર લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા છે. તેમજ કિનારાનાં વિસ્તારોનાં સ્કુલો તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે....by...sandesh