Saturday 28 December 2013

અભિનેતા ફારુખ શેખનું દુબઇમાં હૃદય રોગના હુમલાથી મૃત્યું

મુંબઇ, 28 ડિસેમ્બર
બોલિવૂડના અભિનેતા ફારુખ શેખનું હૃદય રોગના હુમલાના કારણે 65 વર્ષની વયે દુબઇમાં મૃત્યું નિપજ્યું છે. ફારુખ શેખનો જન્મ 25 માર્ચ 1948માં ગુજરાતના વડોદરા પાસેના નસવાડી ગામમાં એક મુસલમાન પરિવારમાં થયો હતો. ફારુખ શેખ તેમની પત્ની અને બે દિકરીઓ સાથે દુબઇમાં રજાઓ ગાળવા માટે ગયા હતા અને ત્યાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાની સાથે જ તેઓનું મૃત્યું થઇ ગયું. ફારુખ શેખના અચાનક દેહાંતના સમાચારથી સમગ્ર બોલિવૂડને આંચકો લાગ્યો છે. દુબઇમાં ઔપચારિક કાર્યવાહિ પુરી કરીને તેમના દેહને ભારત લાવવામાં આવશે.
ફારુખ શેખ 1970-80ના દાયકાની તેમની ફિલ્મો માટે ખાસ જાણીતા હતાં અને તેમણે સમાનાંતર સિનેમામાં ખાસ અને મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ફારુખ શેખ તેમના કલાત્મક અભિનય માટે જાણીતા હતા. ફારુખ શેખ સત્યજીત રે, મુજ્જફર અલી, ઋષિકેશ મુખર્જી જેવા દિગ્ગજ ડાયરેક્ટરો સાથે તેમણે કામ કર્યું છે. ફારુખ શેખની મુખ્ય ફિલ્મોમાં ‘ગર્મ હવા’, ‘શતરંજ કે ખેલાડી’, ‘ઉમરાવજાન’, ‘ચશ્મેબદ્દુર’, ‘નુરી’, ‘બાજાર’, અને ‘અબ ઇન્સાફ હોગા’ જેવી ફિલ્મોનો સામાવેશ કરવામાં આવે છે. ફારુખ શેખ ઘણી ટીવી સિરિયલો પણ કામ કર્યું હતું અને તેમનું થિયેટરમાં પણ મોટું નામ હતું. તેમનું નાટક ‘તુમ્હારી અમૃતા’ ખૂબ જ લોકપ્રિય હતું તો તેમણે ‘જીના ઇસીકા નામ હૈ’ શો પણ હોસ્ટ કર્યો હતો. ફારુખ શેખને 2010માં ફિલ્મ ‘લાહોર’ માટે બેસ્ટ સપોટિંગ એભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ફારુખ શેખ ઘણા સમય પછી ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’માં એક રોલ ભજવ્યો હતો...sandesh.com

No comments:

Post a Comment