નવી દિલ્હી, તા. 21
26/11 મુંબઈ હુમલાના દોષી એવા આતંકવાદી અજમલ આમિર કસાબને આજે સવારે 7.30 વાગ્યે પૂણે ખાતે આવેલી યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી છે. ગયા અઠવાડિયાથી જ કસાબને ફાંસી આપવાની તૈયારીઓ કરાઈ રહી હતી. કસાબને મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને ચોથા વર્ષના ઠીક પાંચ દિવસ પહેલા ફાંસી અપાઈ હતી.મુંબઈ હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આરઆર પાટીલે આ ખબરની પૃષ્ટિ કરતા જણાવ્યું કે, કસાબને સંપૂર્ણ પ્રક્રિયા કરીને ફાંસી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ કસાબને ફાંસી આપવાની પૃષ્ટિ કરી હતી.તેમને વધુમાં ઉમેરતા કહ્યું કે સાત નવેમ્બરના રોજ નક્કી થઈ ચૂક્યું હતું કે, કસાબને 21 નવેમ્બરના રોજ ફાંસી અપાય.
કસાબને 19 નવેમ્બરના રોજ મુંબઈની આર્થર રોડની જેલમાંથી પૂણે ખાતે આવેલી યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ અગાઉ કસાબે સુપ્રીમ કોર્ટમાં પોતાની દયા અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. કસાબ મુંબઈ પર હુમલો કરવામાં આવેલા 10 આતંકવાદીઓમાંનો એકમાત્ર જીવિત પકડાયેલો આતંકવાદી હતો.
So.....sandesh

No comments:
Post a Comment