Monday, 11 February 2013

ઇરાની કપ : રેસ્ટ ઓફ ઇન્ડિયા સ

રેસ્ટ ઓફ ઇન્ડિયા અને રણજી ચેમ્પિયન મુંબઈ વચ્ચેની ઇરાની કપની મેચ પાંચમા દિવસના અંતેડ્રો જાહેર કરવામાં આવી હતી , જોકે પ્રથમ ઇનિંગ્સની સરસાઈને આધારે રેસ્ટ ઓફ ઇન્ડિયા સતત આઠમી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું. ઇરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાનો છેલ્લે ૨૦૦૫-૦૬માં રેલવે સામે પરાજય થયો હતો. મેચ ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયાના ૫૦૭ રનના ટાર્ગેટ સામે મુંબઈએ ૪ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા. મેચમાં૨૦૫ રન નોંધાવનાર સુરેશ રૈનાને મેન ઓફ ધ મેચજાહેર કરવામાં આવ્યો હતો.
મુંબઈ , રેસ્ટ ઓફ ઇન્ડિયા મેચ ડ્રો , રાયડુ ૧૫૬ , જાફર ૧૦૧
૫૦૭ રનના ટાર્ગેટ સામે તારે ૧૧ , રહાણે ૨૫ રોહિત શર્મા ૦૧ અને નાયર ૦૨ રન નોંધાવી આઉટ થતાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. વસિમ જાફરે શાનદાર ફોર્મ જારી રાખતાં અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા. રેસ્ટ ઓફ ઇન્ડિયાના હરભજનસિંહે ૨ વિકેટ ઝડપી હતી. અગાઉ રેસ્ટ ઓફઇન્ડિયાએ ૪ વિકેટે ૨૯૬ રનથી પાંચમા દિવસનો પ્રારંભ કર્યા હતો. રૈનાએ શાનદાર ફોર્મ જાળવી રાખતાં અડધી સદી ફટકારી હતી. રૈના ૭૧ રને આઉટ થયો હતો. રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ૫ વિકેટે ૩૮૯ રન બનાવી દાવ ડિકલેર કર્યા હતો. રાયડુ ૧૫૬ રન બનાવી અણનમ રહ્યો હતો.
Thenks......sandesh

No comments:

Post a Comment