Monday, 11 February 2013

દિલ્હી વેવરાઈડ્રસને પછાડી HIL પર રાંચી રાઈનોજનો કબજો

રાંચી, 11 ફેબ્રુ
રાંચી રાઈનોજે ત્રણ ક્વાર્ટર પર પાછળ પડ્યાબાદ જોરદાર વાપસી કરતા રવિવારે અહીં રમાયેલી ફાઈનલમાં દિલ્હી વેવરાઈડર્સને 2-1થી હરાવીને પ્રથમ હોકી ઈંડિયા લીગનો ખીતાબ જીતી લીધો છે.
રાંચીની ટીમ પહેલા ત્રણ ક્વાર્ટરમાં 0-1થી પાછળ હતી. પરંતુ અંતિમ ક્વાર્ટરમાં નવ મિનિટની અંદર બે ગોલ ફટકારીને દિલ્હીની ટીમને હરાવીને ખિતાબ જીતી લીધો.
રાઈનોજ તરફથી આસ્ટિન સ્મિથ અને મનપ્રિતસિંહે બે ગોલ ફટકાર્યા જ્યારે દિલ્હી વેવરાઈડર્સ તરફથી મેચનો એકમાત્ર ગોલ 25મી મિનિટે સાઈમન ચાઈલ્ડે ફટકાર્યો હતો. આ શાથે જ રાઈનોજે દિલ્હી સાથે પાછલી બે હારનો બદલો પણ લઈ લીધો છે.
આ પહેલા ઉત્તરપ્રદેશ વિઝાર્ડે કેપ્ટન વી આરરઘુનાથના ચાર ગોલની મદદથી કાંસ્યચંદ્રક માટે પ્લે ઓફ મેચમાં જેપી પંજાબ વોરિયર્સને4-3થી હરાવીને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.
ટુર્નામેન્ટની બે મુજબુત ટીમો દિલ્હી અને રાંચી વચ્ચેનો ફાઈનલ મુકાબલો ઘણો રોમાંચક રહ્યો અને દર્શકોને ઘણો આનંદ મળ્યો.
32મી મિનિટે પેનલ્ટી કોર્નરમાં કપ્તાન મોરિટ્જ ફુએસ્તેના ગોલને નિકોલસ જૈકોબીએ બચાવ્યો હતો.
રાંચીને આ જીત સાથે માટે ટ્રોફી ઉપરાંત અઢી કરોડ રૂપિયાનો પુરસ્કાર મળશે. જ્યારે રનર્સઅપ ટીમને સવા કરોડ અને ત્રીજા સ્થાન માટે ઉત્તરપ્રદેશ વિઝાર્ડસને 75 લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે.
Thenks.....sandesh

No comments:

Post a Comment