રશિયાના ઉરાલ પ્રાંતમાં અવકાશમાંથી આવી રહેલી એક ઉલ્કા અથડાતા ૧૦૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. ઉલ્કાની અથડાણને કારણે ૨૦૦ કિલોમીટર દૂરના શહેર ચેલ્યેબિન્સ્કમાં ઉંચા મકાનો હલબલી ઉઠયા હતા, કેટલાક કારખાનાની છતો ઉખડી ગઈ હતી અને બારીઓના કાચ તુટવાને કારણે ૧૦૦૦ જેટલા લોકોને ઈજા થઈ હતી.ઉલ્કા કોઈ સાથે અથડાઈ કે કોઈ મકાન સાથે અથડાઈ એટલે કોઈને ઈજા નથી થઈ. ઈજા તો ઉલ્કા અથડાણથી સર્જાયેલા ભુકંપ જેવા આઘાતોને કારણે થઈ છે.
દરમિયાન કેટલાક લોકોએ ઉલ્કા અથડામણને પૃથ્વી પાસેથી પસાર થનારા લઘુગ્રહ '૨૦૧૨-ડીએ-૧૪'ની પૃથ્વી સાથેની ટક્કર માની લીધી હતી. હકીકતે આ બન્ને ઘટનાને કોઈ સબંધ નથી. લઘુગ્રહ પૃથ્વીથી ૨૭,૭૦૦ કિલોમીટર દૂરના અંતરેથી પસાર થશે જ્યારે ઉલ્કા તો રશિયાના નિર્જન પ્રાંતમાં ત્રાટકી છે. ઉલ્કા અને લઘુગ્રહ વચ્ચે મૂળભુત તફાવત છે (જુઓ બોક્સ).

આકાશમાં રખડતા પથ્થરો પૃથ્વીના ગુરૃત્વાકર્ષણથી ખેંચાઈને પૃથ્વી તરફ આવતાં હોય છે. એ પથ્થરો ઉલ્કા (અને ખોટી રીતે ખરતા તારા) તરીકે ઓળખાય છે. મોટા ભાગની ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશથી વખતે જ સળગી ઉઠતી હોય છે. બહુ મોટા કદની ઉલ્કા હોય તો રશિયામાં ત્રાટકી એમ ત્રાટકવાના બનાવો નોંધાતા હોય છે. રશિયાના વિજ્ઞાાનીઓએ જણાવ્યા પ્રમાણે પૃથ્વી તરફ આવતી ઉલ્કાનો વેગ કલાકના ૧,૦૮,૦૦૦ કિલોમીટર હતો.

ઘટનાના સાક્ષી લોકોએ કહ્યું હતું કે આકાશમાંથી કોઈ અગનગોળો આવતો હોય એ રીતે ઉલ્કા ઝડપભેર પૃથ્વી તરફ આવી હતી અને પછી મોટો વિસ્ફોટ થયો હતો.શરૃઆતમાં લોકોને ખબર ન હતી કે શું થયું એટલે અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. ઘડાકાથી ચેલ્યેબિન્સ્કના ૨૭૦ મકાનોને નાની-મોટી નુકસાની થઈ હતી. એ સિવાય ખાસ કોઈ મોટી આફત સર્જાઈ નથી. સ્થળ પર રશિયન આર્મી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય આરંભી દીધુ હતું.

દરિમાન વિજ્ઞાાનીઓ જ્યાં ઉલ્કાના ટૂકડા વેરાયા છે, ત્યાં પહોંચી જઈ તેના નમૂનાઓ લઈ લીધા હતાં. પૃથ્વીના વાતાવરણ બહાર અનેક ઉલ્કાઓ આમ-તેમ ફરતી રહેતી હોય છે. એ પૃથ્વીનીનજીક આવે ત્યારે ઘણી વખત પૃથ્વીના ગુરૃત્વાકર્ષણ બળથી ખેંચાઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી જાય છે. ઘણી ખરી ઉલ્કાઓ તેની રોકેટ ગતિના કારણે હવા સાથે ઘર્ષણમાં આવતાં જ સળગી ઉઠતી હોય છે. કોઈ ઉલ્કા મોટા કદની હોય તો એ પૃથ્વીની સપાટી સુધી પહોંચવામાં સફળતા મેળવતી હોય છે. છેલ્લે ૨૦૦૮માં આફ્રિકી દેશ સુદાનમાં એક ઉલ્કા ત્રાટકી હતી, જેનાથી કોઈ નોંધપાત્ર નુકસાન થયુ ન હતું.

ઉલ્કા અને લઘુગ્રહઃ તફાવત ક્યાં છે?

લઘુગ્રહ એ નામ પ્રમાણે ગ્રહથી થોડો નાનો અવકાશી પદાર્થ છે. તેનું કદ થોડાક મીટરથી શરૃથઈને કિલોમીટર સુધી માપી શકાય એવડું હોય છે. લઘુગ્રહનું કદ ગ્રહ જેવડું હોતુ નથી અને એ ગ્રહ બનતાં રહી ગયા હોય એટલે તેને લઘુગ્રહનું લેબલ લાગી જાય છે. સુર્યમાળામાં મંગળ અને ગુરુ વચ્ચે લાખોની સંખ્યામાં લઘુગ્રહો. લઘુગ્રહ એ રીતે એક પ્રકારનો ખડક છેઅને તેને વાતાવરણ હોતુ નથી. સૌથી મોટો તફાવત એ કે લઘુગ્રહો હંમેશા પૃથ્વીના વાતાવરણની બહારથી આવતા હોય છે. જો એ વાતાવરણમાં પ્રવેશીપૃથ્વી તરફ આવે તો ઉલ્કામાં ફેરવાઈ જાય એવડું એનુ કદ થઈ જાય.
લઘુગ્રહ ન ગણી શકાય એવડા નાના કદના પથ્થરાઓ ઉલ્કા તરીકે ઓળખાય છે. ઉલ્કા બ્રહ્માંડમાંથીપસાર થતી વખતે પોતાની સાથે અવકાશમાં ઘુમતા નાના-નાના પથ્થરો ભેગા કરતી જાય તો જતે દહાડે તેનું કદ લઘુગ્રહ જેવડું થઈ શકે.
એનું કદ એટલું ઓછુ હોય કે એ હંમેશા પૃથ્વીના ગુરૃત્વાકર્ષણથી ખેંચાઈ પૃથ્વી તરફ ધસમસતી આવે. લઘુગ્રહ પૃથ્વી પાસેથી પસાર થાય ત્યારે એકલો જ હોય છે. જ્યારે ઉલ્કાવર્ષા વખતે અનેક ઉલ્કાઓ એક સાથે પૃથ્વી તરફ આવતી હોય છે.વિજ્ઞાાનીઓએ અવકાશી પદાર્થોના કદ, બંધારણ, લાક્ષણિકતા, વગેરેના આધારે તેમના ઉલ્કા, લઘુગ્રહ, ધુમકેતુ, તારા, ગ્રહ એમ અનેક તફાવત પાડયા છે. મૂળભુત રીતે એ બધા અવકાશી પદાર્થો છે
thenks....gujaratsamachar
No comments:
Post a Comment