મુંબઇ,તા.૧૭
મેન ઓફ ધ મેચ જેસ કેમેરોનના ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૬ બોલમાં ૭૫ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૧૪ રનથી હરાવીને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ આ સાથે છઠ્ઠી વખત મહિલા ક્રિકેટમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. જીતવા માટેના ૨૬૦ રનના પડકારનો પીછોકરતાં વિન્ડિઝ માત્ર ૧૪૫ રનમાં જ ખખડી ગયું હતુ. ઇલીસ પેરીએ ત્રણ જ્યારે સ્ચટ-સ્થાલેકર તેમજ ઓસ્બોર્નેએ બે-બે વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો ઃ ૨૬૦ના પડકાર સામે વિન્ડિઝ ૧૪૫માં ખખડયું ઃ જેસ કેમેરોનના ૭૫
મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેમેરોનની ૭૫ રનની ક્લાસિક ઇનિંગની સાથે સાથે રાચેલ હાયનેસે ૫૨ જ્યારે વિકેટકિપર બેટસમેન જોડી ફિલ્ડસે ૩૮ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૩૬ રન ફટકાર્યા હતા. વિન્ડિઝ તરફથી શકુના ક્યુઇન્ટેનેએ ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
જવાબમાં વિન્ડિઝની બેટસમેનો શરૃઆતથી જ દબાણમાં આવી ગઇ હતી. વિન્ડિઝ તરફથી વિકેટકિપર કેપ્ટન મેરીસા એલ્ગ્યુઇરાએ સૌથી વધુ ૨૩ રન ફટકાર્યા હતા. જ્યારે ડોટિને૨૨ તેમજ એ. નાઇટે ૨૧ રન કર્યા હતા. જો કે વિન્ડિઝની બેટ્સમેનો લાંબી ઇનિંગ રમી શકી નહતી અને માત્ર ૪૩.૧ ઓવરમાં જ ઓલઆઉટ થઇ હતી.
સુપર સિક્સના રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે રોમાંચક અને શંકાસ્પદ પરાજય થતાં મજબુત મનાતી ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડની ટીમો બહાર ફેંકાઇ હતી. જે પછી ઓસ્ટ્રેલિયા આસાનીથી વિન્ડિઝને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનશે તેમ મનાતું હતુ અને ફાઇનલમા પણ તેવું જ જોવા મળ્યું.
Thenks..gujaratsamachar..bbc
No comments:
Post a Comment