
ઈસરોના પીએસએલવી-સી ૨૦ રોકેટ દ્વારા સોમવારે ઇન્ડોફ્રેન્ચ ઓસનગ્રાફિક સ્ટડી સેટેલાઇટ ' સરલ' અને અન્ય છ વિદેશી મિની અને માઇક્રો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા. ઇન્ડિયાન સ્પેસ રિસર્ચ ઓર્ગેનરઇઝેશન(ઇસરો)ના વર્કહોર્સ પોલર સેટેલાઇટ લોન્ચ વિહિકલ દ્વારા સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સાંજે છ વાગે લોન્ચિંગકરવામાં આવ્યું અને ૨૨ મિનિટ બાદ સેટેલાઇટ લોન્ચ કરી દેવાયું હતું. ચેન્નાઈથી ૧૧૦ કિ.મી. દૂર પાર પાડવામાં આવેલાં આ મિશનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્પેસમાં ફરતા રહેતા કચરા સાથે અથડાઈ જવાના ડરે છ મિનિટ મોડું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષાનાં કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

૪૧૦ કિલોના સરલને સ્પેસમાં છોડવાનું મુખ્ય કારણ મહાસાગરોની સ્થિતિમાં થતાં પરિવર્તનનો અભ્યાસ કરવાનું છે. ફ્રેન્ચ સ્પેસ એજન્સી દ્વારા અભ્યાસ માટે આ સેટેલાઇટ છોડવામાં આવ્યો છે. સરલ સિવાય ઓસ્ટ્રિયાના બે માઇક્રો સેટેલાઇટ યુનિબ્રિટ અને બ્રિટ , ડેન્માર્કનો એએયુએસએટી૩, બ્રિટનનો એસટીઆરએએનડી તથા કેનેડડાનો એક માઇક્રો સેટેલાઇટ એનઈઓએસએસએટી અને એક મિની સેટેલાઈટ સેફાયર લોન્ચ કરવામાં આવ્યો હતો. પીએસએલવી દ્વારા અત્યાર સુધી કરાયેલા ૨૩ લોન્ચિંગમાંનું આ ૨૨મું સફળ લોન્ચિંગ હતું. પીએસએલવીનું પહેલું અને અત્યાર સુધીનું એકમાત્ર લોન્ચિંગ નિષ્ફળ ગયું છે. સરલ સેટેલાઇટને ૧૮મી મિનિટે લોન્ચ કરી દેવાયો હતો જ્યારે બાકીની ચાર મિનિટમાં અન્ય છ સેટેલાઇટ લોન્ચકરાયા હતા.
ભારત દ્વારા કેનેડાનો પહેલો મિલિટરી સેટેલાઇટ લોન્ચ કરાયો :


ઇસરો દ્વારા લોન્ચ કરાયેલા સાત સેટેલાઇટમાં કેનેડાના પણ બે સેટેલાઇટનો પણ સમાવેશ થતો હતો. કેનેડાના પહેલા મિલિટરી મિની સેટેલાઇટ સેફાયરને ભારતીય રોકેટ દ્વારા અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. સેફાયર દ્વારા કેનેડાનાં અવકાશમાં રહેલી પોતાની વસ્તુઓની રક્ષા કરી શકશે તથા માનવર્સિજત વસ્તુઓને ટ્રેસ કરશે જેથી અવકાશમાં થતી અથડામણને રોકી શકાય , તે સિવાયનો અન્ય સેટેલાઈટ કેનેડાને ધરતી પર આવતી ઉલ્કાઓ અને અન્ય કચરા વિશે માહિતી આપશે.
કયા સેટેલાઇટ લોન્ચ થયા : />
( ૧) ઇન્ડો ફ્રેન્ચ સેટેલાઇટ સરલ.
( ૨) ઓસ્ટ્રિયાના બે માઇક્રો સેટેલાઇટ યુનિબ્રિટ અને બ્રિટ.
( ૩) ડેન્માર્કનો એએયુએસએટી૩.
( ૪) બ્રિટનનો એસટીઆરએએનડી તથા
( ૫) કેનેડાનો એક માઇક્રો સેટેલાઇટ એનઈઓએસએસએટી અને એક મિની સેટેલાઇટ સેફાયર. Thenks..sandesh
No comments:
Post a Comment