Friday, 11 October 2013

ક્રિકેટ લેજન્ડ સચિન તેન્ડુલકર 200મી ટેસ્ટ પછી થઈ જશે નિવૃત્ત, છેલ્લી ટેસ્ટ મુંબઈમાં રમવાની ઇચ્છા

મુંબઈ, 10 ઓક્ટોબર
ભારતના મહાન ક્રિકેટરોમાં પોતાનું સ્થાન બનાવનાર ક્રિકેટર સચિન તેન્ડુલકરે બોર્ડ ઓફ કન્ટ્રોલ ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના પ્રેસિડન્ટનો સંપર્ક કરીને 200મી ટેસ્ટ પછી નિવૃત્તિ લેવાની પોતાની ઇચ્છા જાહેર કરી છે. સચિનની વિનંતી પર બીસીસીઆઇએ તેની આ ઇચ્છા વ્યક્ત કરતું નિવેદન જાહેર કર્યું છે.
સચિને આ નિવેદનમાં જણાવ્યું છે કે 'મેં આખું જીવન ભારત તરફથી ક્રિકેટ રમવાનું સપનું જોયું છે અને છેલ્લા 24 વર્ષથી હું રોજ મારા આ સપનાને જીવી રહ્યો છું. મારા માટે ક્રિકેટ વગરના જીવનની કલ્પના પણ મુશ્કેલ છે કારણ કે હું 11 વર્ષની ઉઁમરથી ક્રિકેટ રમી રહ્યો છે. મને ભારત પ્રતિનિધી તરીકે આખી દુનિયામાં ક્રિકેટ રમવાની તક મળી છે એ માર માટે સન્માનીય બાબત છે. હું 200મી ટેસ્ટ પછી ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ લેવા માગું છું અને મારી ઇચ્છા છે કે આ છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈની ધરતી પર રમાય.'
સચિને પોતાના નિવેદનમાં બીસીસીઆઇ તરફ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 'જ્યાં સુધી મારું દિલ ન માને ત્યાં સુધી આટલા વર્ષો મને રમવાની તક આપવા બદલ હું બીસીસીઆઇનો આભારી છું. હું જરૂર પડે ત્યારે ધીરજ રાખવા માટે તેમને મને સમજવા માટે મારા પરિવારનો આભારી છું. હું મારા ચાહકો અને શુભેચ્છકોનો આભારી છું કારણ કે તેમની પ્રાર્થના અને દુવાઓને કારણે જ મને આગળ વધવાની અને મારું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવાની શક્તિ મળી છે.'
નોંધનીય છે કે સચિન અત્યાર સુધી 198 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. આ પહેલાં સચિન વન-ડે અને ટી-20 મેચોમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી ચુક્યો છે અને હવે વેસ્ટઇન્ડિઝ-ઇન્ડિયાની છેલ્લી ટેસ્ટ મેચ રમીને કાયમ માટે ક્રિકેટને અલવિદા કહી દેવાનો છે.

=> સચિન વિષે જાણી-અજાણી વાત

*ઘરનું નામ તેંદુલિયા છે. ૧૯૮૯માં પ્રથમ વાર પાક. પ્રવાસે ગયો ત્યારે તેની સાથે તેનો ભાઇ અજીત પણ ગયો હતો.
*પ્રથમ શેવિંગ ક્રિમ (પામોલિવ) તેના ખાસ દોસ્ત સલિલ અંકોલાએ આપી હતી.
* પ્રથમ ઇંગ્લિશ વિલો બેટ દિલીપ વેંગસરકરે આપ્યું હતું.
* પ્રથમ કમાણીથી પિતા રમેશ તેંડુલકરને આર્મચેયર ગિફ્ટમાં આપી હતી.
*૧૭ વર્ષની ઉંમરે પ્રથમ કાર ખરીદી હતી. ટેસ્ટકેપ મળી ત્યારે સોસાયેટીના તમામ મેમ્બર્સને હોટેલમાં પાર્ટી આપી હતી.
*૧૯૯૦માં માત્ર ૩૦ મિનિટમાં મનોજ પ્રભાકર પાસેથી સ્વિમિંગ શિખ્યો હતો.
* ચા અને રિંગણનો ઓળો બનાવતા આવડે છે.
* 'જાને ભી દો યારો' ફેવરિટ ફિલ્મ. અમિતાભ , માધુરીનો ફેન છે.
* રણજી, ઇરાની ટ્રોફી, દુલીપ ટ્રોફીમાં કારકિર્દીની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી.
* ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા પસંદ નથી.
* યુવાન હતો ત્યારે એકસાથે ૮ વડાપાંવ ખાઇ શકતો હતો.
* માતાને ચરણ સ્પર્શ કર્યા વિના ઘરેથી બહાર નીકળતો નથી.
* ૫૦થી વધુ વિદેશી ઘડીયાળના કલેક્શન છે.
* ટીવીમાં માત્ર કોમેડી શો જોવાનું પસંદ કરે છે.
* ગણેશ ભગવાનનો ભક્ત છે અને તેના ઘરમાં ગણેશની અનેક મૂર્તિ છે.sandesh.com

No comments:

Post a Comment