Wednesday, 16 October 2013

• થાઈલેન્ડના લાઓસમાં પ્લેન ક્રેશ: 39ના મોત

બેન્ગકોક, 16 ઓક્ટોબર
આજે થાઈલેન્ડના મેકોન્ગ નદી કિનારે લાઓસમાં એક પ્લેન તૂટી પડ્યુ હતુ. આ પ્લેન ક્રેસમાં 39 નાગરિકોના મૃત્યુના સમાચાર ત્યાના સ્થાનિક ટીવી દ્વારા પ્રાપ્ત થયા છે.
લાઓ એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વિમાન ચમ્પાસક પ્રાંતના પાસ્કે નજીક સ્થાનિક સમય પ્રમાણે સાંજે 4 વાગે તૂટી જવા પામ્યુ હતુ. આ સ્થળ થાઈલેન્ડ અને કમ્બોડિયાની સરહદ પર આવેલો છે. વિમાનનો કેટલોક હિસ્સો નદીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલાક પ્રવાસીઓની લાશ નદી પર તરતી જોવા મળી હતી. વિમાન તૂટી પડવાના કારણો જાણવા મળ્યા નથી. હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો પણ જાણી શકાયો નથી.
લાઓ એરલાઈન્સની શરૂઆત 1976મા થઈ હતી. તેમની પાસે 14 વિમાનો છે અને થાઈલેન્ડ ઉપરાંત ચીન, કમ્બોડિયા, વિએટનામ અને સિંગાપૂરમાં પણ ફ્લાઈટ ઓપરેટ કરે છે....sandesh.com

No comments:

Post a Comment