Wednesday, 16 October 2013

Current Affairs : 16 October Wednesday 2013

Jaipur 16 October
વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક તોફાની અને રોહિત
શર્માની આક્રમક સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે
નવો ઈતિહાસ રચી લીધો છે. ભારતે તેના વનડે
ઈતિહાસનો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડતા નવો રેકોર્ડ
બનાવ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે પરાજય આપીને સાત
વનડે મેચની શ્રેણીને 1-1થી સરભર કરી છે. ભારતે
ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 360 રનના લક્ષ્યાંકને 1
વિકેટ ગુમાવીને 43.3 ઓવરમાં જ પાર પાડ્યો હતો.
ભારતનો ઓસ્ટ્રેલિયા સામે અને ઓવરઓલ વનડેમાં આ
સૌથી મોટો રન ચેઝ છે. જયપુરના સવાઈ માનસિંહ
સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય
બોલરોના છોતરા કાઢતા 5 વિકેટે 359
રનનો જંગી સ્કોર ખડક્યો હતો. 360
રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે રોહિત
શર્મા અને વિરાટ કોહલીની તોફાની સદીઓ અને શિખર
ધવનની ધમાકેદાર અડધી સદીની મદદથી ફક્ત 43.3
ઓવરમાં 1 વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. આ સાથે જ ભારતે
નવો ઈતિહાસ રચ્યો છે. ભારત તરફથી લક્ષ્યાંક પાર
પાડવા ઉતરેલી રોહિત અને ધવનની ઓપનિંગ જોડીએ આક્રમક
શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 26.1 ઓવરમાં 176
રનની ભાગીદારી નોંધાવી હતી. કમનસીબે ધવન (95) 5 રન
માટે પોતાની સદી ચૂકી ગયો હતો. પરંતુ બાદ
બેટિંગમાં આવેલા વિરાટ કોહલીએ ભારત
તરફથી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ
બનાવ્યો હતો અને રોહિત શર્માએ પણ અણનમ સદી ફટકારી.
રોહિત અને કોહલીએ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલિંગ લાઈનઅપને
વેરવિખેર કરી દીધી હતી અને બીજી વિકેટ માટે 17.2
ઓવરમાં 186 રનની અતૂટ ભાગીદારી નોંધાવીને ભારતને
ઐતિહાસિક જીત અપાવી હતી......divyabhaskar

No comments:

Post a Comment