કોલકતા :વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને સ્ટાર ટેનીસ ખેલાડી લીએન્ડર પેસને આવતી કાલે 28 સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ખેલ રત્ન પુરસ્કારથી સમ્માનિત કરશે.
વેસ્ટ બંગાળના ખેલ મંત્રી મદન મિત્રાએ ગાંગુલી અને પેસને ખેલ રત્ન આપવાની જાહેરાત કરી હતી.ઉપરાંત આ સિવાય અન્ય લોકોને પણ સન્માનિત કરવામાં આવશે.
આ સમારોહમાં 28 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ, 12 ખેલાડીને ક્રીડા ગુરુ અને 20 ખેલાડીઓને બંગલાર પુરસ્કારથી નવાજવામાં આવશે.
ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કારના પાંચ લાખ રૂપિયા, ખેલ સન્માનના 50 હજાર તથા ક્રીડા ગુરૂ અને બંગલાર ગૌરવના એક – એક લાખ રૂપિયા આપવામાં આવશે.......By GGN News
No comments:
Post a Comment