નવી દિલ્હી :ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુ ને મંગળવારના રોજ ખેલ મંત્રાલય દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સિંધુએ હાલમાં જ વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ખેલ મંત્રી જીતેન્દ્ર સિંહે ભારતીય ખેલ અધિકૃતની બેઠકમાં એવોર્ડ, પ્રમાણપત્ર, અને પાંચ લાખ રૂપિયા રોકડા પુરસ્કાર તરીકે આપ્યા હતા.
સિંધુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 31 ઓગસ્ટના રોજ એવોર્ડ પ્રાપ્ત કરી શકી નહોતી કારણ કે તે ઇન્ડિયન બેડમિન્ટન લીગની ફાઈનલ મેચ રમવામાં વ્યસ્ત હતી.
18 વર્ષીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ વિશ્વ ચેમ્પિયનશિપમાં સિંગલ મુકાબલામાં કાંસ્ય ચંદ્રક જીતનાર પ્રથમ મહિલા ખેલાડી છે........By GGN News
No comments:
Post a Comment