કોચી, તા. ૨૧
કોચીમાં રમાયેલી દુલીપ ટ્રોફીની ફાઈનલ સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે રમાઇ હતી,જેમાં પાંચમા દિવસે વરસાદને કારણે મેચ ધોવાઈ જતાં મેચ ડ્રો થઇ હતી. જેના કારણે સાઉથ જોન અને નોર્થ ઝોનને સંયુક્ત રીતે ટ્રોફી એનાયત કરાઇ હતી. વરસાદના વિઘ્નને કારણે પાંચ દિવસની મેચમાં માત્ર ૧૦ ઓવર રમાઇ હતી.
*.પાંચ દિવસની મેચમાં ફક્ત ૧૦ ઓવર રમાઇ
કોચીના નહેરુ સ્ટેડિયમમાં સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચ રમાઇ હતી,જેમાં સાઉથ ઝોને ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો,જ્યારે બીજા દિવસે માત્ર ૧૦ ઓવર રમાઇ હતી,જેમાં સાઉથ ઝોને ૨ વિકેટે ૩૩ રન બનાવ્યા હતા,ત્યારે ફરીથી વરસાદ વિઘ્ન બનતા મેચ ધોવાઈ ગઇ હતી,ત્યારબાદ બાકીના ત્રણેય દિવસ વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે મેચ રમાઇ શકી ન હતી. અંતે મેચના પાંચમા દિવસે મેચ ડ્રો જાહેર કરાઈ હતી. અને બંને ટીમને સુંયુક્ત ટ્રોફી અપાઈ હતી.....by sandesh
No comments:
Post a Comment