Thursday, 24 October 2013

જિંદગી કેસી હૈ પહેલી હાય...,મશહૂર પાર્શ્વ ગાયક મન્ના ડેનું અવસાન

બેંગ્લોર, 24 ઓક્ટોબર 2013
બોલિવૂડના જાણીતા ગાયક મન્ના ડેનું બેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. મન્ના ડે 94 વર્ષના હતા અને લાંબા સમયથી બિમારીમાં સપડાયેલા હતા. મન્ના ડેના શવને બેંગ્લોરના રવીન્દ્ર કલા ક્ષેત્રમાં આજે સવારે 10 થી 12 વાગ્યા સુધી સગા સંબંધીના દર્શન માટે મુકવામાં આવેશે.
મન્ના ડેનાં માનથી જાણીતા ગાયક પ્રબોધચંદ ડેનો જન્મ 1 મે 1919ના રોજ કલકત્તામાં થયો હતો અને મન્ના ડે એ તેમની સંગીતની સફરમાં ભારતીય ભાષાના અલગ અલગ 3500થી વધુ ગીતો ગાયા છે. તેમને દાદા સાહેબ ફાડકે એવોર્ડ દ્વારા પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. મન્ના ડેએ સંગીતની દુનિયામાં અદ્વિતિય યોગદાન માટે પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા સન્માનથી નવાજવામાં આવ્યા છે. મન્ના ડેનો સંગીતમાં રૂચી તેમના અંકલ કેસી ડેના કારણે આવી હતી. તેમના પિતા મન્ના ડેને વકીલ બનાવવા માંગતાં હતાં પણ મન્ના ડે એ સંગીતને પસંદ કર્યું હતું. કલકત્તાની સ્કોટિશ કોલેજમાં ભણતરની સાથે મન્ના ડે તેમના અંકલ કેસી ડે પાસેથી શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ મેળવતા હતા અને ત્રણ વર્ષના કોલેજ કાળ દરમ્યાન મન્ના ડેએ લગાતાર સંગીતની ટ્રોફીઓ પણ જીતી હતી.
23 વર્ષની વયે મન્ના ડે તેમના અંકલ સાથે મુંબઇ આવીને તેમના સહાયક બન્યા હતા અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને ઉસ્તાદ અમનઅલી ખાન પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા ત્યાર બાદ તેઓ સચિનદેવ બર્મનના સહાયક બન્યા હતા. સંગીતનું જ્ઞાન મન્ના ડે પાસે હોવા છતાં તેમને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણા મોટા સંગીતકારોના સહાયક તરીકે કામ કર્યા પછી મન્ના ડેને 1943માં આવેલ ફિલ્મ ‘તમન્ના’ દ્વારા પોતાની કારર્કીદીની શરૂઆત કરી હતી અને 1943માં બની ‘રામરાજ્ય’ ફિલ્મમાં પ્લેબેક(પાશ્વ ગાયક) તરીકે ની સફરની શરૂઆત કરી હતી. લોકોને તેમની અવાજ ખૂબ પસંદ આવતાં તેમના શુભેચ્છક સંગીતકારોએ તેમને ગાયક તરીકે આગળ વધવાની સલાહ આપી હતી જે તેમને માનીને ગાયકીમાં આગળ વધ્યા હતા.
94 વર્ષિય મન્ના ડેનાં નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.sandesh,divyabhaskar

No comments:

Post a Comment