મુંબઈ :બોલીવુડના દિગ્ગજ ફિલ્મકાર યશ ચોપરાની પ્રથમ પુણ્યતીથિ પર યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં હિન્દી ફિલ્મોની સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને સૌ પ્રથમ યશ ચોપરા સ્મૃત્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીના હસ્તે આપવામાં આવ્યોહતો.
આ અંગે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે લતા મંગેશકર ભારતી સંગીત જગતની શાન છે. સ્વર્ગસ્થ ફિલ્મ નિર્માતા-નિર્દેશ યશ ચોપરાને સમર્પિત યશ ચોપરા સ્મૃતિ પુરસ્કારની સ્થાપના ડી. સુબ્બારાની રેડ્ડીની ટીએસઆર સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પુરસ્કાર દર વર્ષે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉત્કુટ પ્રદર્શન કરનારને આપવામાં આવે છે. આ પુરસ્કારમાં 10 લાખ રૂપિયાનો ચેક અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે........By GGN News
No comments:
Post a Comment